સલમાન ખાન ફિલ્મ સાઇન કરતાં પહેલાં ક્યારેય સ્ક્રિપ્ટ નથી વાંચતો

17 May, 2026 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની આ ઘડિયાળો વિશે સ્પષ્ટતાં કરતા સલમાને કહ્યું હતું કે તમે મને ઘડિયાળ પહેરેલો જુઓ છો એ મારી નથી હોતી પણ મિત્રોની હોય છે.

સલમાન ખાન

સલમાન ખાને પોતાની કરીઅરમાં અનેક બ્લૉકબસ્ટર ફિલ્મો આપી છે. હવે તેણે ફિલ્મોની પસંદગી અંગે એક ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું છે કે તેણે પોતાની સમગ્ર કરીઅરમાં ક્યારેય સ્ક્રિપ્ટ વાંચી જ નથી. સલમાને હાલમાં એક ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને કરીઅરનાં વિવિધ પાસાંઓ અંગે ચર્ચા કરી હતી. આ વિડિયોમાં સલમાને કહ્યું હતું કે ‘મેં મારા સમગ્ર જીવનમાં ક્યારેય કોઈ સ્ક્રિપ્ટ વાંચી નથી. મેં સ્ક્રિપ્ટ લખી છે, પરંતુ મેં ક્યારેય વાંચી નથી. હું સ્ક્રિપ્ટ વાંચવા કરતાં ફિલ્મની ફીલ, ટ્રીટમેન્ટ અને એની કમર્શિયલ અપીલ વધુ સારી રીતે સમજી લઉં છું.’

સલમાન ખાન મિત્રોની મોંઘીદાટ ઘડિયાળ પહેરે છે

સલમાન ખાન હંમેશાં મોંઘીદાટ ઘડિયાળ પહેરવા માટે જાણીતો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તે અનેક પ્રસંગોએ અત્યંત મોંઘી ઘડિયાળ પહેરીને જોવા મળ્યો છે, જેમાંથી ઘણી ઘડિયાળોની કિંમત ૧ કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. પોતાની આ ઘડિયાળો વિશે સ્પષ્ટતાં કરતા સલમાને કહ્યું હતું કે તમે મને ઘડિયાળ પહેરેલો જુઓ છો એ મારી નથી હોતી પણ મિત્રોની હોય છે.

Salman Khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news