સલમાનની કારના ડૅશબોર્ડ પર ગણપતિબાપ્પાની મૂર્તિ

10 January, 2026 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં સલમાન એક ઇવેન્ટમાં હાજરી આપતી વખતે પોતાની બુલેટપ્રૂફ કારમાં ક્લિક થઈ ગયો હતો અને એ સમયે તેના કારના ડૅશબોર્ડ પર ગણપતિબાપ્પાની નાનકડી મૂર્તિ જોવા મળી હતી.

સલમાન ખાન

સલમાન ખાન દરેક ધર્મમાં આસ્થા ધરાવે છે. તેના ઘરમાં ગણેશચતુર્થી, ઈદ અને ક્રિસમસ જેવા તહેવારોની ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે. હાલમાં સલમાન એક ઇવેન્ટમાં હાજરી આપતી વખતે પોતાની બુલેટપ્રૂફ કારમાં ક્લિક થઈ ગયો હતો અને એ સમયે તેના કારના ડૅશબોર્ડ પર ગણપતિબાપ્પાની નાનકડી મૂર્તિ જોવા મળી હતી. આ તસવીરમાં સલમાન કડક સુરક્ષા સાથેની પોતાની બુલેટપ્રૂફ કારની અંદર બેઠો છે. તેની સામે ડૅશબોર્ડ પર ગણપતિની નાની મૂર્તિ છે જેને ચળકતાં લાલ ફૂલોથી શણગારવામાં આવી છે. સલમાન કારની અંદરથી ફોટોગ્રાફર્સને પોઝ આપતો અને તેમની તરફ હાથ હલાવતો જોવા મળે છે.

Salman Khan ganpati bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news