✕

જો ડર ગયા વો મર ગયા : સલમાન ખાન

23 October, 2026 12:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાન ગઈ કાલે સાંતાક્રુઝ-ઈસ્ટની ગ્રૅન્ડ હયાત હોટેલમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી (IIFA) અવૉર્ડ્‌સની પ્રેસ-કૉન્ફરન્સમાં હાજરી આપવા પહોંચ્યો હતો.  ટાઇગર શ્રોફ પર થયેલા હુમલા પછી આ પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન સલમાન ટાઇટ સિક્યૉરિટી.

સલમાન ખાન

સલમાન ખાન ગઈ કાલે સાંતાક્રુઝ-ઈસ્ટની ગ્રૅન્ડ હયાત હોટેલમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી (IIFA) અવૉર્ડ્‌સની પ્રેસ-કૉન્ફરન્સમાં હાજરી આપવા પહોંચ્યો હતો.  ટાઇગર શ્રોફ પર થયેલા હુમલા પછી આ પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન સલમાન ટાઇટ સિક્યૉરિટીમાં જોવા મળ્યો હતો. આ પ્રસંગે તેણે ટૉર્ન જીન્સ, બ્લૅક ટી-શર્ટ અને બ્લુ બ્લેઝર પહેર્યાં હતાં. આ દરમ્યાન એક નાની બાળકી સલમાન પાસે આવીને તેને ગળે વળગી પડતાં સલમાન પણ સિક્યૉરિટીને પડતી મૂકીને તેને ગળે લગાવીને વહાલ કરે છે અને પછી તેને ઑટોગ્રાફ આપે છે. સલમાનનું આ વર્તન દર્શાવે છે કે તેને કોઈ ડર નથી. સલમાન આ પછી કરીના કપૂરને મળ્યો હતો, તેને ગળે લગાવી હતી અને પછી બન્નેએ સાથે ફોટો પડાવ્યા હતા.

Salman Khan kareena kapoor tiger shroff santacruz social media bollywood bollywood events bollywood news bollywood gossips entertainment news international indian film academy