સલમાન ખાનની ધ લાસ્ટ હીરોની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે ઇન્ટરનૅશનલ કંપનીની પસંદગી

07 May, 2026 04:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે અને મેકર્સ એને ‘ધી ઍવેન્જર્સ’ જેવી ભવ્ય બનાવવા માટે પૂરી મહેનત કરી રહ્યા છે. ‘ધ લાસ્ટ હીરો’ એક મોટા સ્તરની બિગ બજેટ ફિલ્મ બનવાની છે. 

સલમાન ખાનની ધ લાસ્ટ હીરોની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે ઇન્ટરનૅશનલ કંપનીની પસંદગી

સલમાન ખાન ‘ધ લાસ્ટ હીરો’માં સુપરહીરો બનવાનો છે અને આ પ્રોજેક્ટ હાલમાં હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સૌથી એક્સાઇટિંગ પ્રોજેક્ટ્સમાંનો એક બની ગયો છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે અને મેકર્સ એને ‘ધી ઍવેન્જર્સ’ જેવી ભવ્ય બનાવવા માટે પૂરી મહેનત કરી રહ્યા છે. ‘ધ લાસ્ટ હીરો’ એક મોટા સ્તરની બિગ બજેટ ફિલ્મ બનવાની છે. 
રિપોર્ટ મુજબ મેકર્સ આ ફિલ્મ માટે એક ટોચની VFX કંપની સાથે વાતચીત કરી રહ્યા છે. આ કંપની ‘ધી ઍવેન્જર્સ’, ‘ધ બૅટમૅન’, ‘ધ લાસ્ટ ઑફ અસ’ અને ‘મૂન નાઇટ’ જેવા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં કામ કરી ચૂકી છે અને હવે ‘ધ લાસ્ટ હીરો’ના મેકર્સ એની પાસે જ ફિલ્મનું VFX કરાવવા ઇચ્છે છે.

Salman Khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news