22 January, 2026 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાનની ફાઇલ તસવીર
હાલમાં અલ્લુ અર્જુનની ‘પુષ્પા 3’નું પ્રીપ્રોડક્શન વર્ક શરૂ થઈ ગયું છે એવા રિપોર્ટ છે. આ ફિલ્મના પહેલા અને બીજા ભાગને સારી એવી સફળતા મળી હતી જેના પગલે હવે ત્રીજો ભાગ બનાવવાનું પ્લાનિંગ શરૂ થઈ ગયું છે અને એમાં વિલન તરીકે સલમાન ખાન જોવા મળી શકે છે. ‘પુષ્પા 2’માં વિલન ભંવર સિંહ શેખાવત એટલે કે ફહાદ ફાસિલના પાત્રનો અંત કરી દેવામાં આવ્યો હતો. આ પછી માનવામાં આવતું હતું કે ફિલ્મના ત્રીજા ભાગમાં વિજય દેવરાકોંડા વિલન બનીને એન્ટ્રી લેશે કે પછી ફહાદ ફાસિલને જ ફરી પાછો લાવવામાં આવશે. જોકે હવે આ ફિલ્મમાં સલમાનને લેવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે અને તેને કરોડપતિ માસ્ટરમાઇન્ડ અને બિઝનેસ ટાયકૂન સુલતાન તરીકે બતાવવામાં આવશે એવી ચર્ચા છે.