ભવ્ય પિરિયડ ડ્રામા ફિલ્મ માટે સલમાન ખાન અને ફરહાન અખ્તરે મિલાવ્યા હાથ?

18 June, 2026 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાનને આ ફિલ્મની વાર્તા બહુ પસંદ પડી છે અને તેણે આ પ્રોજેક્ટમાં ખાસ રસ પણ દર્શાવ્યો છે

સલમાન ખાન, ફરહાન અખ્તર

સલમાન ખાન હવે એક પિરિયડ ડ્રામામાં કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે સલમાન અને ફરહાન અખ્તર વચ્ચે ચર્ચા ચાલી રહી અને છેલ્લા લગભગ એક મહિનાથી તેમની વચ્ચે નિયમિત બેઠકો થઈ રહી છે. બન્ને સંભવિત પાર્ટનરશિપ વિશે ચર્ચા કરી રહ્યા છે. સલમાનને આ ફિલ્મની વાર્તા બહુ પસંદ પડી છે અને તેણે આ પ્રોજેક્ટમાં ખાસ રસ પણ દર્શાવ્યો છે. જોકે હાલમાં વાતચીત હજુ શરૂઆતના તબક્કામાં છે અને સત્તાવાર કરાર અથવા દસ્તાવેજી પ્રક્રિયા સુધી પહોંચી નથી. મળતી માહિતી પ્રમાણે આ એક ભવ્ય પિરિયડ ઍક્શન ડ્રામા હશે. નિર્માતાઓનો વિચાર એને બે ભાગમાં રજૂ કરવાનો છે. જો બધું બરાબર પાર પડશે તો સલમાન પહેલી વખત પિરિયડ ડ્રામામાં જોવા મળશે.

Salman Khan farhan akhtar upcoming movie entertainment news bollywood bollywood news