સલમાન ખાનનાં ફાટેલાં શૂઝ છે આશરે ૧.૪ લાખ રૂપિયાનાં

06 April, 2026 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાને લક્ઝરી ફૅશન-બ્રૅન્ડ બૅલૅન્સિયાગાનાં ‘સુપર ડિસ્ટ્રેસ્ડ’ શૂઝ અથવા ‘પૅરિસ સ્નીકર’ પહેર્યાં છે

સલમાન ખાનનાં ફાટેલાં શૂઝ

સલમાન ખાન ફરી એક વાર પોતાની અનોખી સ્ટાઇલને કારણે ચર્ચામાં આવી ગયો છે. તાજેતરમાં તેનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે. આ વિડિયોમાં તે ફાટેલાં શૂઝમાં જોવા મળે છે. જોકે હકીકતમાં આ ખૂબ જ મોંઘાં લક્ઝરી બ્રૅન્ડનાં શૂઝ છે.

મળતી માહિતી પ્રમાણે સલમાને લક્ઝરી ફૅશન-બ્રૅન્ડ બૅલૅન્સિયાગાનાં ‘સુપર ડિસ્ટ્રેસ્ડ’ શૂઝ અથવા ‘પૅરિસ સ્નીકર’ પહેર્યાં છે. આ શૂઝ ખાસ કરીને જૂનાં અને ફાટેલાં દેખાય એ રીતે ડિઝાઇન કરવામાં આવે છે જેથી એક યુનિક ફૅશન સ્ટેટમેન્ટ બને. આ શૂઝની કિંમત આશરે ૧.૪ લાખ રૂપિયા સુધીની છે.

આ વિડિયો વાઇરલ થતાં સોશ્યલ મીડિયા યુઝર્સે શરૂઆતમાં એવું માન્યું હતું કે સલમાને ખરેખર ફાટેલાં જૂતાં પહેર્યાં છે, પરંતુ પછી સ્પષ્ટ થયું કે આ તો હાઈ-એન્ડ ફૅશન-ટ્રેન્ડનો એક ભાગ છે. 

Salman Khan fashion entertainment news bollywood bollywood news bollywood buzz