સંજય દત્તની નાઇટક્લબ Ballr ફસાઈ કૉપીરાઇટના વિવાદમાં

17 August, 2026 09:55 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

સંજય દત્તની પુણે સ્થિત નાઇટક્લબ ‘Ballr’માં કૉપીરાઇટ ધરાવતા ગીતો જરૂરી લાઇસન્સ વિના વગાડવાના આરોપને લઈને વિવાદ થયો છે. પીપીએલ ઇન્ડિયાની ફરિયાદ બાદ બૉમ્બે હાઈ કોર્ટે ક્લબને વચગાળાની રાહત આપી છે.

સંજય દત્ત અને માન્યતા દત્ત

પુણેમાં આવેલી સંજય દત્તની નાઇટક્લબ ‘Ballr’માં કૉપીરાઇટને લઈને વિવાદ ઊભો થયો છે. તેની ક્લબમાં કેટલાંક એવાં ગીતો વગાડવામાં આવી રહ્યાં હતાં જેના પર કૉપીરાઇટનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો આરોપ છે. આ મામલે ‘ફોનોગ્રાફિક પર્ફોર્મન્સ લિમિટેડ’ એટલે કે પીપીએલ ઇન્ડિયાએ બૉમ્બે હાઈ કોર્ટમાં ફરિયાદ કરી છે કે ક્લબમાં પરવાનગી વિના કૉપીરાઇટ ધરાવતા સંગીતનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ મામલામાં કોર્ટે પીપીએલને વચગાળાની રાહત આપતાં નાઇટક્લબને જરૂરી લાઇસન્સ વિના એના કલેક્શનમાંથી સાઉન્ડ રેકૉર્ડિંગ જાહેરમાં વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. પીપીએલ ઇન્ડિયા કૉપીરાઇટ ધરાવતા સાઉન્ડ રેકૉર્ડિંગ માટે લાઇસન્સિંગનું કામ સંભાળે છે. ‘Ballr’ પુણેની એક લક્ઝરી નાઇટક્લબ છે, જેના માલિક અભિનેતા સંજય દત્ત અને હેરંબ શેલકે છે. પીપીએલના જણાવ્યા મુજબ ૨૪ જૂને તેમના એક પ્રતિનિધિએ નાઇટક્લબની મુલાકાત લીધી હતી અને ત્યાં એમના કલેક્શનનાં અનેક ગીતો જાહેરમાં વગાડવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલામાં જે ગીતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં ‘બદતમીઝ દિલ’, ‘મૌજા હી મૌજા’, ‘દર્દ-એ-ડિસ્કો’, ‘ઓ સાકી સાકી’ અને ‘દસ બહાને’ સામેલ છે.
સુનાવણી દરમ્યાન કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે ‘Ballr’એ અગાઉ પીપીએલ ઇન્ડિયા પાસેથી એના કલેક્શનના સંગીતનો ઉપયોગ કરવા માટે કૉપીરાઇટ લાઇસન્સ લીધું હતું. જોકે આ લાઇસન્સની મુદત પૂરી થઈ ગઈ હતી અને એનું રિન્યુઅલ કરવામાં આવ્યું નહોતું. આ બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટે પીપીએલને વચગાળાની રાહત આપી હતી અને જરૂરી પરવાનગી વિના આ સ્થળે કૉપીરાઇટ ધરાવતા રેકૉર્ડિંગનો ઉપયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

sanjay dutt pune entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood