10 January, 2026 12:33 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent
સંજય દત્તે પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યાં
સંજય દત્ત અને પ્રભાસની ‘ધ રાજા સાબ’ ગઈ કાલે થિયેટરમાં રિલીઝ થઈ છે. આ અવસરે સંજય દત્તે ગઈ કાલે નેપાલની રાજધાની કાઠમાંડુના પ્રખ્યાત પશુપતિનાથ મંદિર પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. હકીકતમાં સંજય ગુરુવારે સાંજે કાઠમાંડુમાં એક કસીનોના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો, પણ એ પછી તેણે મંદિરમાં પશુપતિનાથનાં દર્શન પણ કર્યાં હતાં. સંજય દર્શન કર્યા પછી જ્યારે મંદિરની બહાર આવ્યો ત્યારે તેના ગળામાં ફૂલની માળા જોવા મળી હતી અને મોટી સંખ્યામાં ફૅન્સ તેની આસપાસ ભેગા થઈ ગયા હતા.