18 October, 2025 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાને ૨૦ કિલોમીટરનો ટ્રેક ચડીને બાબા રુદ્રનાથનાં દર્શન કર્યાં
સારા અલી ખાન હાલમાં આધ્યાત્મિક પ્રવાસ પર છે. હાલમાં તેણે ઉત્તરાખંડમાં ૨૦ કિલોમીટરનો ટ્રેક પૂરો કર્યો છે અને બાબા રુદ્રનાથનાં દર્શન કર્યાં છે. આ આખી મુસાફરી દરમ્યાન સારાએ વિકટ રસ્તાઓ પર પ્રવાસ કર્યો અને તે ઘણા સ્થાનિક ગ્રામજનોને પણ મળી. આ સ્થાનિકો પણ સારાને જોઈને ખૂબ ખુશ થયા. પોતાના ટ્રેકિંગ દરમ્યાન સારાએ લોકોના ઘરે રોકાઈને ચા પીધી અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી. તેણે સ્થાનિક ધાર્મિક માન્યતાઓ, લોકજીવન અને પરંપરાગત ભોજન વિશે પણ જાણ્યું. સારાએ પોતાના આ પ્રવાસને યાદગાર અનુભવ ગણાવ્યો. સારાનાં આ દર્શન પછી હવે ગઈ કાલથી રુદ્રનાથ મંદિરના દરવાજા શિયાળા દરમ્યાન બંધ કરી દેવામાં આવ્યા છે.