22 October, 2026 10:18 AM IST | Amritsar | Gujarati Mid-day Correspondent
સુવર્ણ મંદિરમાં સારા અલી ખાન
સારા અલી ખાન અને આયુષ્માન ખુરાના મંગળવારે તેમની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’ના પ્રમોશન માટે અમ્રિતસર પહોંચ્યાં હતાં. આ દરમ્યાન બન્ને કલાકારોએ સુવર્ણ મંદિરમાં દર્શન પણ કર્યાં હતાં. સારા અને આયુષ્માને ત્યાંની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને વાહેગુરુના આશીર્વાદ લેતા બન્નેનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. આ વિડિયોમાં સારા અલી ખાન અરદાસ વખતે ભાવુક થઈને રડતી જોવા મળી રહી છે. સુવર્ણ મંદિરમાં આશીર્વાદ લેતી વખતે સારાની આંખોમાંથી આંસુ સરી પડ્યાં હતાં.
સારાએ આયુષ્માન સાથે આ પવિત્ર સ્થળની એક તસવીર શૅર કરીને ચાહકોને પોતાની યાત્રાની ઝલક દેખાડી હતી. બન્ને કલાકારોએ સફેદ રંગનાં કપડાં પહેર્યાં હતાં અને સારાએ દુપટ્ટાથી પોતાનું માથું ઢાંક્યું હતું અને આ તસવીરમાં બન્ને હાથ જોડીને પ્રાર્થના કરતાં જોવા મળે છે.