સારા અલી ખાનની બાળપણના મિત્રો સાથે મટરગશ્તી

15 July, 2026 08:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ દરમ્યાન તેણે અનેક તસવીરો અને એક ખાસ નોંધ પણ શૅર કરી છે.

શૅર કરેલી તસવીરો

સારા અલી ખાન હાલમાં પોતાના બાળપણના મિત્રો સાથે ઑસ્ટ્રેલિયા અને ક્રોએશિયા ફરવા નીકળી હતી. આ દરમ્યાન તેણે અનેક તસવીરો અને એક ખાસ નોંધ પણ શૅર કરી છે. સારાએ શૅર કરેલી તસવીરોમાં તે દરિયાકિનારે પોતાના મિત્રો સાથે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. આ ટ્રિપની તસવીરો અને વિડિયો શૅર કરતાં સારાએ લખ્યું, ‘હું મારા બાળપણના મિત્રો સાથે ફરી મળી છું. હવે અમે મસ્તી કરવા માટે સંપૂર્ણ તૈયાર છીએ. અમે સાત સમંદર પાર મળ્યા છીએ. અહીં અમે ખુશીઓ વહેંચવા, પ્રેમ વધારવા અને નવી યાદો બનાવવા આવ્યા છીએ.’

sara ali khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news