સારા અલી ખાનના બર્થ-ડેમાં ભેગાં થયાં અમૃતા સિંહ અને ડિમ્પલ કાપડિયા

15 August, 2026 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમૃતા સિંહ અને ડિમ્પલ કાપડિયાએ ૧૯૯૨માં આવેલી હેમા માલિની દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘દિલ આશના હૈ’માં સાથે કામ કર્યું હતું. ૧૯૯૨ની પચીસ ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મમાં દિવ્યા ભારતી અને શાહરુખ ખાન મુખ્ય ભૂમિકામાં હતાં.

સારા અલી ખાનના બર્થ-ડેમાં ભેગાં થયાં અમૃતા સિંહ અને ડિમ્પલ કાપડિયા

સારા અલી ખાને ૧૨ ઑગસ્ટે પરિવારજનો અને નિકટના મિત્રોની હાજરીમાં ધામધૂમથી ૩૧મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી, જેની સુંદર તસવીરો તેણે શુક્રવારે સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. ‘કાર્નિવલ’ થીમ પર આધારિત આ રંગારંગ બર્થ-ડે પાર્ટીનું મુખ્ય આકર્ષણ હતું તેની મમ્મી અમૃતા સિંહ તથા ડિમ્પલ કાપડિયાનું મિલન.
સારાએ શૅર કરેલી ખાસ તસવીરોમાંથી એકમાં તે અમૃતા સિંહ અને ડિમ્પલ કાપડિયા સાથે હસમુખી મુદ્રામાં પોઝ આપતી જોવા મળે છે. તસવીરો શૅર કરતાં સારાએ ભાવુક થઈને લખ્યું હતું કે ‘હું ખરેખર નસીબદાર છું કે મારી આસપાસ એવા લોકો છે જે મને સંપૂર્ણપણે ઓળખે છે અને એમ છતાં મારી સાથે રહેવાની હિંમત દર્શાવે છે.’
ઉલ્લેખનીય છે કે અમૃતા સિંહ અને ડિમ્પલ કાપડિયાએ ૧૯૯૨માં આવેલી હેમા માલિની દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘દિલ આશના હૈ’માં સાથે કામ કર્યું હતું. ૧૯૯૨ની પચીસ ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મમાં દિવ્યા ભારતી અને શાહરુખ ખાન મુખ્ય ભૂમિકામાં હતાં. આ સિવાય આ બન્ને અભિનેત્રીઓ ૧૯૮૮ની ‘કબ્ઝા’ અને ૧૯૮૯ની ‘બટવારા’ જેવી ફિલ્મોમાં પણ એકસાથે સ્ક્રીન શૅર કરી ચૂકી છે.

sara ali khan dimple kapadia happy birthday bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news amrita singh