10 February, 2026 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન મમ્મી સાથે
અમૃતા સિંહની ગઈ કાલે ૬૮મી વર્ષગાંઠ હતી. એ દિવસે અમૃતાની દીકરી સારા અલી ખાને પોતાના સોશ્યલ મીડિયામાં મમ્મી સાથેની ઢગલાબંધ તસવીરો પોસ્ટ કરીને તેને પ્રેમભરી શુભેચ્છા આપી છે. સારાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘હૅપીએસ્ટ બર્થ-ડે મમ્મીજાન... હું તમને આખી દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરું છું. ભગવાનનો આભાર કે તમે અમારી જિંદગીમાં છો. મા, તમે અમારી સૌથી મોટી ભેટ અને આશીર્વાદ છો. પહાડોથી લઈને રણ સુધી અને દરિયા સુધી... તમને ખુશ રાખવા માટે હું જેકંઈ શક્ય હશે એ બધું કરીશ.’