સારા અર્જુનનો ઑફ-વાઇટ અનારકલી ડ્રેસ છે ૫૨,૦૦૦નો

06 July, 2026 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સારાએ એની સાથે ઑર્ગેન્ઝા દુપટ્ટો અને સિલ્વર ઝુમકા સ્ટાઇલ કર્યા છે.

સારા અર્જુન

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ની ઍક્ટ્રેસ સારા અર્જુનનો ઑફ-વાઇટ અનારકલી ડ્રેસવાળો લુક ફૅન્સના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ અનારકલી ડ્રેસ શુદ્ધ ચંદેરી સિલ્કમાંથી તૈયાર થયો છે જેની કિંમત આશરે ૫૨,૦૦૦ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ આઉટફિટ એની નાજુક હેન્ડ-એમ્બ્રૉઇડરી વર્ક અને શાહી અંદાજને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ આઉટફિટમાં ૨૪ કલીઓ, ફ્લોરલ જાલ એમ્બ્રૉઇડરી અને વિશાળ ફ્લેર છે જે એને રૉયલ લુક આપે છે. સારાએ એની સાથે ઑર્ગેન્ઝા દુપટ્ટો અને સિલ્વર ઝુમકા સ્ટાઇલ કર્યા છે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news sara arjun fashion news