સારા અર્જુને મહાકાલેશ્વર મંદિરમાં કર્યાં દર્શન

12 April, 2026 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સારાએ કહ્યું કે મેં આ પ્રાર્થના પછી કોઈ વ્યક્તિગત માગણી કરી નથી, પરંતુ સૌના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી છે.

સારા અર્જુને મહાકાલેશ્વર મંદિરમાં કર્યાં દર્શન

સારા અર્જુન ગઈ કાલે વહેલી સવારે મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી. આ દરમ્યાન તેની સાથે તેના પપ્પા રાજ અર્જુન અને મમ્મી સાન્યા અર્જુન પણ હાજર હતાં. સારા શનિવારે સવારે અંદાજે ૪ વાગ્યે મંદિર પહોંચી અને પવિત્ર ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. તેણે લગભગ બે કલાક સુધી ત્યાં રહીને ‘જય મહાકાલ’ના જયઘોષ સાથે ભક્તિભાવથી પૂજા-અર્ચના કરી હતી. સારાએ આ આરતી બાદ પરંપરા મુજબ નંદીના કાનમાં પોતાની ઇચ્છા વ્યક્ત કરી અને ત્યાર બાદ ગર્ભગૃહના દ્વાર પરથી ભગવાન મહાકાલને જળ અર્પણ કર્યું હતું. મંદિર-વ્યવસ્થાપન તરફથી સારાનું સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું હતું. બાબા મહાકાલનાં દર્શન બાદ વાત કરતાં સારા અર્જુને જણાવ્યું કે તેને દર્શન કરીને શાંતિ અને આનંદની અનુભૂતિ થઈ છે. તેણે કહ્યું કે મેં આ પ્રાર્થના પછી કોઈ વ્યક્તિગત માગણી કરી નથી, પરંતુ સૌના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી છે.

sara arjun ujjain entertainment news bollywood buzz bollywood bollywood news bollywood gossips