21 May, 2025 06:50 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સારા તેન્ડુલકર અને સિદ્ધાંત ચતુર્વેદી (તસવીર: મિડ-ડે)
ભારતના ક્રિકેટ લેજન્ડ સચિન તેન્ડુલકરની દીકરી સારા તેના રિલેશનની ચર્ચાઓને લીધે ટ્રેન્ડમાં રહે છે. ક્રિકેટર શુભમન ગિલ સાથે તેના રિલેશનની જોરદાર ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે તે પછી તે બૉલિવૂડ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી સાથે ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા હતી, પણ હવે તેમનું બ્રેકઅપ થઈ ગયું હોવાના અહેવાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને સચિન તેન્ડુલકરની પુત્રી સારા તેન્ડુલકર, બે મહિના સુધી એકબીજાને ડેટ કર્યા પછી અલગ થઈ ગયા છે. તેમના બ્રેકઅપના સમાચારે ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે કારણ કે આ મહિનાની શરૂઆતમાં જ તેમના સંબંધોની અફવાઓ સામે આવી હતી.
એક અહેવાલ મુજબ, સિદ્ધાંતે જ અલગ થવાનો નિર્ણય લીધો હતો. જ્યારે તેમના બ્રેકઅપ પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, ત્યારે ભૂતપૂર્વ કપલની નજીકના એક સૂત્રએ ન્યૂઝ પોર્ટલને માહિતી આપી હતી, "તેઓ તાજેતરમાં જ જુદા પડ્યા હતા. સિદ્ધાંતે જ અલગ થવાનો નિર્ણય લીધો હતો. બન્ને એકબીજાના મિત્રોને મળ્યા પછી આવું થયું છે."
મે મહિનાના પહેલા અઠવાડિયામાં, ફિલ્મફેરના એક અહેવાલમાં જણાવાયું હતું કે સિદ્ધાંત અને સારાને સાથે ફરતા અને નજીક આવતા જોવા મળ્યા હતા. જોકે, બન્નેએ ક્યારેય આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી ન હતી. જ્યારે સિદ્ધાંત પહેલા મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાને ડેટ કરી રહ્યો હોવાની અફવા હતી, ત્યારે સારા ક્રિકેટર શુભમન ગિલ સાથેના તેના અફવા સંબંધોને કારણે હેડલાઇન્સમાં આવી હતી. પરંતુ, બન્નેમાંથી કોઈએ પણ તેમના રિલેશનની પુષ્ટિ કરી ન હતી.
દરમિયાન ફિલ્મ કારકિર્દીમાં સિદ્ધાંત છેલ્લે યુદ્ધમાં જોવા મળ્યો હતો. જોકે તે બૉક્સ ઑફિસ પર ખાસ છાપ છોડી શક્યો ન હતો. અભિનેતા પાસે હવે ધડક 2 અને દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ આગામી પ્રોજેકટ છે. પહેલી ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે, પરંતુ તેના વિષયવસ્તુને કારણે, ફિલ્મ CBFC સાથે સમસ્યાનો સામનો કરી રહી છે. તેમાં સિદ્ધાંતની સામે તૃપ્તી ડિમરી પણ મુખ્ય ભૂમિકામાં છે. બીજી તરફ, દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગમાં જયા બચ્ચન અને વામિકા ગાબી પણ છે. ફિલ્મની રિલીઝ તારીખ હજુ સુધી નિર્માતાઓ દ્વારા જાહેર કરવામાં આવી નથી.
એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં સંબંધોનાં સમીકરણ બદલાતાં રહે છે. પ્રેમીઓ વચ્ચે બ્રેકઅપ થતું રહે છે અને નવી જોડીઓ બનતી જાય છે. રિલેશનશિપની દુનિયામાં હાલમાં સૌથી વધારે ચર્ચા છે સિદ્ધાંત ચતુર્વેદી અને સારા તેન્ડુલકરની જોડીની. આ બન્ને ગુડ-લુકિંગ છે અને એન્ટરટેઇનમેન્ટ તેમ જ સોશ્યલ મીડિયાની દુનિયામાં જાણીતાં છે. સિદ્ધાંત બૉલીવુડનો અપકમિંગ ઍક્ટર છે જે ‘ખો ગએ હમ કહાં’ અને ‘ગલી બૉય’ જેવી ફિલ્મોથી લાઇમલાઇટમાં આવ્યો છે, જ્યારે સચિન તેન્ડુલકરની દીકરી સારા તેન્ડુલકર સોશ્યલ સર્કલમાં જાણીતું નામ છે.