મુંબઈગરા હિંમત હારતા નથી

12 March, 2026 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિંગર શાને શહેરના જુસ્સાનાં વખાણ કરતાં કહ્યું કે અનેક મુશ્કેલીઓ હોવા છતાં મુંબઈના લોકો ખુશ રહેવાની કળા જાણે છે

શાન

માયાનગરી મુંબઈને ઘણી વાર સપનાનું શહેર કહેવાય છે. શહેરની આ જ વિશેષતા વિશે સિંગર શાને તાજેતરમાં એક ઇવેન્ટ દરમ્યાન વિગતવાર વાત કરી અને મુંબઈના લોકોના જુસ્સાની દિલ ખોલીને પ્રશંસા કરી.

વાતચીત દરમ્યાન શાને કહ્યું હતું કે ‘મુંબઈ એવું શહેર છે જે દરરોજ લાખો લોકોને પોતાની તરફ આકર્ષે છે. લોકો અહીં પોતાનાં સપનાં લઈને આવે છે અને આકરી મહેનતના બળ પર તેમને સાકાર કરવાની કોશિશ કરે છે. મુંબઈ એવું શહેર છે જે ક્યારેય અટકતું નથી. અહીં દરરોજ નવી આશા અને નવા અવસર મળે છે એટલે લોકો આ શહેર સાથે ઊંડું જોડાણ અનુભવે છે.’

શાને શહેરના પડકારો વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે ‘મુંબઈમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મુશ્કેલીઓ, ટ્રાફિક, લાંબી મુસાફરી અને વધતું પ્રદૂષણ જેવી સમસ્યાઓ છે છતાં અહીંના લોકો હિંમત હારતા નથી. અનેક મુશ્કેલીઓ હોવા છતાં મુંબઈના લોકો ખુશ રહેવાની કળા જાણે છે. તેઓ જીવનમાં આવતા પડકારોને સ્મિત સાથે સ્વીકારે છે અને આગળ વધતા રહે છે. અહીંના લોકોની આ સકારાત્મકતા આખા દેશ માટે પ્રેરણાદાયક છે અને એના પર ગર્વ થવો જોઈએ.’

shaan mumbai bollywood events entertainment news bollywood bollywood news