✕

શાહરુખ ખાન અને ગૌરી ખાને પહેરેલી લક્ઝરી ઘડિયાળોની કુલ કિંમત ૭.૩૦ કરોડ રૂપિયા

13 November, 2026 02:32 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

આ ઘડિયાળની અંદાજિત બજારકિંમત ૫.૧૦ કરોડ રૂપિયા છે. ગૌરીએ પહેરેલી ઘડિયાળમાં રોઝ ગોલ્ડ કેસ, બેજ રંગનું મધર ઑફ પર્લ ડાયલ અને હીરાજડિત બેઝલ છે. નાજુક ડિઝાઇનવાળી આ ઘડિયાળની અંદાજિત બજારકિંમત ૨.૨૦ કરોડ રૂપિયા છે.

શાહરુખ ખાન અને ગૌરી ખાન

શાહરુખ ખાન અને ગૌરી ખાન બુધવારે દુબઈમાં યોજાયેલી ઇવેન્ટમાં સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યાં હતાં. આ પાવર કપલે એકસરખા બ્લૅક આઉટફિટ્સમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે તેમનાં કપડાં ઉપરાંત તેમની લક્ઝરી ઘડિયાળો પણ ચર્ચાનો વિષય બની હતી. બન્નેએ પહેરેલી પાટેક ફિલિપ બ્રૅન્ડની ઘડિયાળોની સંયુક્ત બજારકિંમત અંદાજે ૭.૩૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
રિપોર્ટ પ્રમાણે શાહરુખે પહેરેલી પ્લૅટિનમમાંથી બનેલી ઘડિયાળમાં બૅગેટ કટના નીલમ અને આકર્ષક બ્લુ ડાયલ છે. આ ઘડિયાળની અંદાજિત બજારકિંમત ૫.૧૦ કરોડ રૂપિયા છે. ગૌરીએ પહેરેલી ઘડિયાળમાં રોઝ ગોલ્ડ કેસ, બેજ રંગનું મધર ઑફ પર્લ ડાયલ અને હીરાજડિત બેઝલ છે. નાજુક ડિઝાઇનવાળી આ ઘડિયાળની અંદાજિત બજારકિંમત ૨.૨૦ કરોડ રૂપિયા છે.

Shah Rukh Khan gauri khan fashion news fashion dubai bollywood buzz entertainment news bollywood news bollywood gossips bollywood