22 November, 2025 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ અને સલમાન ખાને સાથે માણ્યું અબુ ધાબીનું નૅચરલ હિસ્ટરી મ્યુઝિયમ
શાહરુખ ખાન અને સલમાન ખાને ગુરુવારે અબુ ધાબીના નૅચરલ હિસ્ટરી મ્યુઝિયમની એક્સક્લુસિવ VIP ઓપનિંગ ઇવેન્ટમાં હાજરી આપી. આ પ્રાઇવેટ પ્રીવ્યુ હતો અને એ મ્યુઝિયમના આજના ઑફિશ્યલ ઓપનિંગના એક દિવસ પહેલાં યોજાયો હતો અને એમાં વિશ્વભરની પસંદગીની સેલિબ્રિટીઝને આમંત્રિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટની તસવીરો સોશ્યલ મીડિયામાં ચર્ચા છે. એક તસવીરમાં શાહરુખ અને સલમાન મ્યુઝિયમમાં ડાયનાસૉરના ફૉસિલ્સના ભવ્ય પ્રદર્શનની સામે પોઝ આપતા જોવા મળે છે અને ફૅન્સ તેમનું બૉન્ડિંગ જોઈને ખુશ છે.