22 January, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાને પહેરેલી ૧૪ કરોડની ઘડિયાળ
હાલમાં શાહરુખ ખાને રિયાધમાં યોજાયેલા જૉય અવૉર્ડ્સ ૨૦૨૬માં હાજરી આપી હતી. આ શોમાં એન્ટ્રી વખતે તેણે પહેરેલી પ્રીમિયમ ઘડિયાળ સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યું છે.
શાહરુખે આ ઇવેન્ટમાં વાઇટ ગોલ્ડની રૉલેક્સ ડેટોના ઘડિયાળ પહેરી હતી જેમાં ખાસ પ્રકારનું સિલ્વર શીન ઑબ્સિડિયન ડાયલ છે. આ ડાયલની આસપાસ ૩૬ બ્લુ સેફાયર અને અંદર ટાઇમ દર્શાવવા માટે ૧૧ બ્લુ સેફાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘડિયાળની કિંમત લગભગ ૧૪ કરોડ રૂપિયા છે. આ ઘડિયાળ અત્યંત રેર છે અને રૉલેક્સના રેગ્યુલર કૅટલૉગમાં પણ એનો સમાવેશ કરવામાં નથી આવ્યો.