30 December, 2025 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન અને સલમાન ખાનની ફાઇલ તસવીર
અર્શદ વારસીએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં બૉલીવુડના ટોચના સ્ટાર્સ શાહરુખ ખાન અને સલમાન ખાન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શૅર કર્યો છે. આ અનુભવ જણાવતી વખતે અર્શદે વાત-વાતમાં શાહરુખ ખાનને ‘જેન્ટલમૅન’ અને સલમાન ખાનને ‘બૅડ બૉય’ ગણાવ્યો છે.
અર્શદે આ ઇન્ટરવ્યુમાં શાહરુખ વિશે કહ્યું, ‘તે પોતાના કામને ખૂબ સારી રીતે જાણે છે. તેનામાં થિયેટરવાળી જૂની શૈલી છે. તેને પોતાના બધા ડાયલૉગ યાદ રહે છે. તે ખૂબ જ નમ્ર અને સપોર્ટિંગ ઍક્ટર છે. તે એકદમ જેન્ટલમૅન છે અને મેં ક્યારેય શાહરુખને ઊંચા અવાજે વાત કરતાં જોયો નથી.’
સલમાન વિશે વાત કરતાં અર્શદે કહ્યું, ‘તેની છબી એક બૅડ બૉયની છે. સલમાન એક હૅન્ડસમ અને બૅડ બૉય ટાઇપ વ્યક્તિ લાગે છે. બન્નેમાં કોઈ ખરાબી નથી. સલમાન પ્રાઇવેટ લાઇફમાં બિલકુલ અલગ વ્યક્તિ છે. ઘરે તે ખૂબ મજાક-મસ્તી કરે છે. સલમાનનો આખો પરિવાર ખૂબ મજાકિયો છે અને જિંદગીને મજાથી જીવનારો છે.’