09 May, 2025 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન (ફાઇલ તસવીર)
દિલ્હીથી મુંબઈ આવીને બૉલીવુડમાં પોતાનું સ્થાન બનાવવા સુધી શાહરુખ ખાનની ઇન્ડસ્ટ્રીમાં લાંબી સફર રહી છે. તેણે ૧૯૯૨માં બૉલીવુડમાં પોતાની પ્રથમ ફિલ્મ ‘દીવાના’ સાઇન કરી અને ત્યાર બાદ ક્યારેય પાછું વળીને જોયું નહીં. આજે શાહરુખ નેટવર્થના મામલે હૉલીવુડ સ્ટાર્સ સાથે હરીફાઈ કરે છે. હાલમાં વિશ્વના સૌથી અમીર ટૉપ પાંચ ઍક્ટર્સની યાદી સામે આવી છે, જેમાં નેટવર્થના મામલે કિંગ ખાન ચોથા સ્થાન પર છે.
આ યાદીમાં પહેલા નંબર પર આર્નોલ્ડ શ્વાર્ઝનેગર (૧.૪૯ બિલ્યન ડૉલર), બીજા નંબરે ડ્વેન જૉન્સન ‘ધ રૉક’ (૧.૧૯ બિલ્યન ડૉલર), ત્રીજા નંબરે ‘મિશન ઇમ્પૉસિબલ’ સ્ટાર ટૉમ ક્રૂઝ (૮૯૧ મિલ્યન ડૉલર) અને ચોથા નંબરે શાહરુખ ખાન (૮૭૬.૫ મિલ્યન ડૉલર) છે. શાહરુખની નેટવર્થ ટૉમ ક્રૂઝ કરતાં થોડી જ ઓછી છે.
શાહરુખ ખાને સૌથી અમીર ઍક્ટર્સની યાદીમાં ઍક્ટર જૉર્જ ક્લૂનીને પાછળ છોડી દીધા છે. જૉર્જ ક્લૂનીની નેટવર્થ ૭૪૨.૮ મિલ્યન ડૉલર છે જે શાહરુખ કરતાં ઘણી ઓછી છે.