ટૂ મચ વિથ કાજોલ ઍન્ડ ટ્‌વિન્કલમાં ન આવવા બદલ હું કાજલ અને ટ્‌વિન્કલને સૉરી કહું છું

07 December, 2025 08:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક ઇન્ટરવ્યુમાં શાહરુખે કહ્યું છે કે ‘મને આ શોમાં આવવાની બહુ ઇચ્છા હતી પણ હાલમાં હું એક ફિલ્મ પર કામ કરી રહ્યો છું`

શાહરુખ ખાન

કાજોલ અને ટ્‌વિન્કલ ખન્નાના ટૉક-શો ‘ટૂ મચ વિથ કાજોલ ઍન્ડ ટ્‌વિન્કલ’માં સલમાન ખાન, આમિર ખાન, વિકી કૌશલ, કરણ જોહર, આલિયા ભટ્ટ, જાહ્‍નવી કપૂર અને ક્રિતી સૅનન જેવા સ્ટાર્સે હાજરી આપી છે પણ શાહરુખ ખાન જોવા નથી મળ્યો. જોકે હાલમાં એક ઇન્ટરવ્યુમાં શાહરુખે પોતે આ શોમાં હાજર ન રહી શકવાનું કારણ જણાવ્યું છે.

એક ઇન્ટરવ્યુમાં શાહરુખે કહ્યું છે કે ‘મને આ શોમાં આવવાની બહુ ઇચ્છા હતી પણ હાલમાં હું એક ફિલ્મ પર કામ કરી રહ્યો છું. મેં કાજોલને પણ આ વિશે કહ્યું હતું. વળી મને ઈજા પણ થઈ હતી. જોકે ના પાડતાં મને બહુ ખરાબ લાગી રહ્યું હતું. મારે આ શોમાં જવું જોઈતું હતું. હું આ મામલે કાજોલ અને ટ્‌વિન્કલ બન્નેને સૉરી કહું છું. જોકે તમને જણાવી દઉં કે મેં શોના બધા એપિસોડ જોયા છે. હું શોમાં નથી ગયો એ બાબતે મને બહુ અફસોસ છે એટલે મેં બધા એપિસોડ જોઈ નાખ્યા.’

bollywood buzz twinkle khanna kajol Shah Rukh Khan bollywood news bollywood gossips bollywood entertainment news