શેખર કપૂરની માસૂમ : ધ નેક્સ્ટ જનરેશનમાં મૂળ ફિલ્મનો બાળકલાકાર જુગલ હંસરાજ પણ જોવા મળશે

24 August, 2026 01:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શેખર કપૂરની ‘માસૂમ : ધ નેક્સ્ટ જનરેશન’માં નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી સાથે મૂળ ફિલ્મના બાળકલાકાર જુગલ હંસરાજ પણ જોવા મળશે. ફિલ્મ બદલાતા પારિવારિક સંબંધો અને પેઢીઓ વચ્ચેના સંબંધો પર આધારિત હશે.

શેખર કપૂરની માસૂમ : ધ નેક્સ્ટ જનરેશનમાં મૂળ ફિલ્મનો બાળકલાકાર જુગલ હંસરાજ પણ જોવા મળશે

ફિલ્મમેકર શેખર કપૂર તેમની ૧૯૮૩માં આવેલી ફિલ્મ ‘માસૂમ’ને નવી પેઢીના દર્શકો માટે નવા અંદાજમાં ફરી રજૂ કરવા જઈ રહ્યા છે. ‘માસૂમ : ધ નેક્સ્ટ જનરેશન’ નામની આ ફિલ્મમાં મૂળ ફિલ્મનાં સ્ટાર્સ નસીરુદ્દીન શાહ અને શબાના આઝમીની હાજરી કન્ફર્મ છે. આ ફિલ્મ માટે ‘માસૂમ’માં નસીરુદ્દીન શાહના ઑનસ્ક્રીન દીકરા પુત્ર રાહુલની ભૂમિકા ભજવનારા જુગલ હંસરાજને પણ સાઇન કરવામાં આવ્યો છે.
જુગલ હંસરાજે બાળકલાકાર તરીકે ફિલ્મ ‘માસૂમ’થી પોતાની ઍક્ટિંગ-કરીઅરની શરૂઆત કરી હતી. ફિલ્મની રિલીઝના ચાર દાયકા કરતાં વધુ સમય બાદ હવે જુગલ હંસરાજ ફરી પોતાના પહેલા ડિરેક્ટર શેખર કપૂર તેમ જ નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી સાથે કામ કરશે.
‘માસૂમ : ધ નેક્સ્ટ જનરેશન’ એ ‘માસૂમ’ની સ્પિરિચ્યુઅલ સીક્વલ હશે. ફિલ્મમાં બદલાતા પારિવારિક સંબંધો, ઓળખ અને અલગ-અલગ પેઢીઓ વચ્ચેના સંબંધોને કેન્દ્રમાં રાખવામાં આવશે. જુગલ હંસરાજ, નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી ઉપરાંત મનોજ બાજપેયી, નિત્યા મેનન અને શેખર કપૂરની દીકરી કાવેરી કપૂર પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

shekhar kapur jugal hansraj naseeruddin shah shabana azmi manoj bajpayee entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood