સુપ્રિયા પાઠકની ગુજરાતી ફિલ્મ આન્ટી-પ્રેનર શેમારૂમી પર

27 November, 2025 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ હિંમત, સહકાર અને અદમ્ય સ્ત્રીશક્તિની ઉજવણી કરે છે.

ફિલ્મમાં સુપ્રિયા મધ્યમવર્ગીય પરિવારનાં ૬૫ વર્ષીય ગૃહિણી જસુબહેન ગાંગાણીનો રોલ ભજવે છે

સુપ્રિયા પાઠકને લીડ રોલમાં ચમકાવતી ગુજરાતી ફિલ્મ ‘આન્ટી-પ્રેનર’ OTT પ્લૅટફૉર્મ શેમારૂમી પર સ્ટ્રીમ થઈ રહી છે. આ ફિલ્મ હિંમત, સહકાર અને અદમ્ય સ્ત્રીશક્તિની ઉજવણી કરે છે.

ફિલ્મમાં સુપ્રિયા મધ્યમવર્ગીય પરિવારનાં ૬૫ વર્ષીય ગૃહિણી જસુબહેન ગાંગાણીનો રોલ ભજવે છે. તેમણે ઘણાં વર્ષો પરિવારને સંભાળીને વિતાવી દીધાં છે પણ જીવનના કઠોર પડકારના સમયે તેઓ અને તેમની સાથીદાર મહિલાઓ ઑન્ટ્રપ્રનર બનવાનો રસ્તો પસંદ કરીને ઉદ્યોગસાહસ અને શૅરબજારની અજાણી દુનિયામાં પ્રવેશ કરીને ‘આન્ટી-પ્રેનર’ બને છે. આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક ઉપરાંત ઓજસ રાવલ, બ્રિન્દા ત્રિવેદી, માર્ગી દેસાઈ તેમ જ યુક્તિ રાંદેરિયા મહત્ત્વની ભૂમિકામાં છે.

supriya pathak gujarati film dhollywood news entertainment news