09 August, 2026 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધાંત ચતુર્વેદી
ઍક્ટર સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાની માતા મીનલ સાથે મળીને આલીશાન ફ્લૅટ ખરીદ્યો હોવાના રિપોર્ટ છે. પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર સિદ્ધાંતે પોતાની મમ્મી મીનલ લક્ષ્મણ ચતુર્વેદી સાથે મળીને જુહુ વિસ્તારમાં આ ફ્લૅટ ખરીદ્યો છે અને એની કિંમત આશરે ૧૨.૬૩ કરોડ રૂપિયા છે. આ ફ્લૅટ જુહુ વિલે પાર્લે ડેવલપમેન્ટ સ્કીમ ખાતે આવેલા ક્રિષ્ના બિલ્ડિંગના સાતમા માળે આવેલો છે અને એ ૧૬૪૦.૬૩ સ્ક્વેર ફુટ વિસ્તાર ધરાવે છે. આ પહેલાં સિદ્ધાંતે જૂનમાં પણ પોતાની મમ્મી સાથે મળીને ૧૩.૯૧ કરોડ રૂપિયાનો એક ફ્લૅટ ખરીદ્યો હતો.
હાલમાં ઍક્ટ્રેસ સ્વરા ભાસ્કરે સોશ્યલ મીડિયાના માધ્યમથી ફૅન્સને જણાવ્યું કે તેને ડેન્ગી થયો છે અને તે હૉસ્પિટલમાં દાખલ છે. સ્વરાએ હૉસ્પિટલમાંથી પોતાની એક તસવીર શૅર કરીને લખ્યું હતું કે ‘વેલ, વાત બહુ ઝડપથી વધી ગઈ. ડેન્ગી થયો અને હૉસ્પિટલમાં દાખલ.