14 March, 2025 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આમિર ખાન અને સલમાન ખાનની ફાઇલ તસવીર
સલમાન ખાન સ્ટારર બહુપ્રતિક્ષિત એક્શન થ્રિલર `સિકંદર` (Sikandar) આ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર બનવા માટે તૈયાર છે, જે આ ઈદ પર ધૂમ મચાવવાની છે. સિકંદરનું ટીઝર અને સોંગ્સ રિલીઝ થયા પછી સલમાનની પડદા પરની જબરદસ્ત હાજરીએ ચાહકોને ઉત્સુક બનાવી દીધા છે. સલમાનનો આ અવતાર ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ પેદા કરી રહ્યો છે અને હવે બધાની નજર ઈદ પર આ ધમાકેદાર રિલીઝ પર છે.
સલમાન ખાનના ચાહકો આ ફિલ્મ (Sikandar)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલાએ નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ કર્યું છે. સલમાન ખાનના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ એ. આર. (A.R)ના ડિરેક્ટર સાથે સલમાનની પહેલી ફિલ્મ છે. મુરુગાદોસ હંમેશા પ્રભાવિત સ્ટોરી રજૂ કરવા અને નિપુણ નિર્દેશન માટે જાણીતા છે. આ સાથે સલમાન ખાન અને મુરુગાદોસ પાસેથી અપેક્ષાઓ આકાશને આંબી ગઈ છે.
સલમાન ખાનની પ્રભાવશાળી સ્ક્રીન હાજરી અને એ. આર. મુરુગાદોસના સુંદર સંયોજન સાથેની `સિકંદર` (Sikandar) 2025ની સૌથી મોટી બ્લોકબસ્ટર બનવા માટે તૈયાર છે. તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ ઊજવનાર આમિર ખાને પણ સલમાનની `સિકંદર` અને મુરુગાદોસ સાથેના તેના પ્રથમ સહયોગ વિશે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આમિર ખાને સલમાન ખાનને ઈદ પર તેની આગામી ફિલ્મ `સિકંદર` ની રિલીઝ માટે શુભેચ્છા પાઠવી છે. તેણે કહ્યું કે, "સલમાનને મારી શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન. મને ખુશી છે! મુરુગાદોસ એક ઉત્તમ નિર્દેશક છે જેમની સાથે મેં `ગજની`માં કામ કર્યું છે. સલમાન અને મુરુગાદોસની આ જોડીને પડદા પર જોવી રસપ્રદ રહેશે. તો આપને ખૂબ ખૂબ અભિનંદન"
આ પહેલા મુરુગદાસે આમિર ખાનની 2008ની બ્લોકબસ્ટર ફિલ્મ `ગજની` નું નિર્દેશન કર્યું હતું. હવે ચાહકો સલમાન અને મુરુગાદોસની આ નવી જોડી પાસેથી મોટા વિસ્ફોટની અપેક્ષા રાખી રહ્યા છે. સલમાનની શક્તિશાળી સ્ક્રીન હાજરી અને મુરુગાદોસના તેજસ્વી નિર્દેશનનું સંયોજન `સિકંદર` ને એક મહાન સિનેમેટિક અનુભવ બનાવવા જઈ રહ્યું છે. એ. આર. મુરુગાદોસના નિર્દેશન અને સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શનમાં બની રહેલી સલમાન ખાનની `સિકંદર` માં રશ્મિકા મંદાના, કાજલ અગ્રવાલ અને પ્રતીક બબ્બર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 2025ની ઈદ પર રિલીઝ થવાની છે.
આમ, સલમાન અને મુરુગાદોસની અનોખી જોડી માટે આમિરની શુભેચ્છાઓ અને જબરદસ્ત પ્રશંસા મળતાં જ એ સાબિત થઈ ગયું છે કે સિકંદર (Sikandar) એ વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે. આમિર ખાને તેનો 60મો જન્મદિવસ ઊજવ્યો હતો, તે તેના મિત્રો અને સહકર્મીઓ માટે તેનો સાચો ટેકો મિત્રતાની ભાવનાને પ્રકાશિત કરતો રહે છે.