18 May, 2026 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શિબાની કશ્યપ - ફાઈલ તસવીર
બૉલીવૂડના પોપ્યુલર સિંગર અને કમ્પોઝર શિબાની કશ્યપ ફરી એકવાર પોતાના સંગીતમાં કંઈક હટકે અને ધમાકેદાર લઈને આવ્યા છે! ફિલ્મમેકર વિપુલ અમૃતલાલ શાહના નવા મ્યુઝિક લેબલ ‘સનશાઇન મ્યુઝિક’ પર તેમનું લેટેસ્ટ સોંગ “સરફિરા” રિલીઝ થઈ ગયું છે. એક કેઝ્યુઅલ ચેટ દરમિયાન, શિબાનીએ તેમની ઇમોશનલ મ્યુઝિકલ જર્ની, મુંબઈના વાઇબ્રન્ટ અન્ડરગ્રાઉન્ડ હિપ-હોપ કલ્ચર અને સંગીતમાં હંમેશા નવું કરવાની પોતાની ક્રેઝીનેસ વિશે મન મૂકીને વાતો કરી.
શિબાનીના મંતવ્ય મુજબ, “સરફિરા” માત્ર એક ગીત નથી, પણ આજની એનર્જેટિક Gen Z હિપ-હોપ અને મુંબઈના રૅપ સીનને એક્સપ્લોર કરવાનો એક શાનદાર પ્રયાસ છે. આ ટ્રેકમાં તેમણે મુંબઈના લોકલ રેપર્સ, બીટબૉક્સર્સ અને બી-બૉયર્સને મોકો આપ્યો છે, જેમને તેમણે પોતાની એક અપકમિંગ સંગીત ડોક્યુમેન્ટરી દરમિયાન શોર્ટલિસ્ટ કર્યા હતા. તેમણે હસતાં હસતાં કહ્યું, "મુંબઈમાં હિપ-હોપ એટલે માત્ર ધારાવી નહીં, મરોલ જેવા ગલી-કુચીવાળા એરિયામાં પણ કમાલનું રૉ ટેલેન્ટ પડ્યું છે."
તેમણે આગળ જણાવ્યું કે, આ આખો આઈડિયા તેમની નવી ડોક્યુમેન્ટરી સિરીઝમાંથી આવ્યો છે, જ્યાં તેઓ હિપ-હોપ, જૅઝ, રોક, બૉલીવૂડ અને સૂફી જેવા અલગ-અલગ ઝોનરના અન્ડરરેટેડ પણ સુપર-ટેલેન્ટેડ કલાકારોને મોટું ગ્લોબલ મંચ આપી પ્રમોટ કરવા માંગે છે.
આજના Gen Z કલાકારો વિશે વાત કરતા શિબાનીએ કહ્યું કે, "તેમનો રૉ કોન્ફિડન્સ અને નીડરતા જોઈને હું ખુદ ઈન્સ્પાયર થઈ ગઈ છું. તેમની પોતાની લેંગ્વેજ છે, પોતાનો અલગ સ્વેગ છે અને નાની ઉંમરે પણ તેઓ પ્રોફેશનલી જાણે છે કે તેમને લાઈફમાં શું કરવું છે." તેમણે હસતા હસતા એ પણ સ્વીકાર્યું કે, તેમની અંદર પણ એક `સરફિરા` (ઝનૂની) એલિમેન્ટ છે, એટલે જ તેઓ મોડી રાત્રે કે વહેલી સવારે સૌથી વધુ ક્રિએટિવ અને કમ્પોઝિંગ મૂડમાં હોય છે.
પોતાના પાસ્ટને યાદ કરતા શિબાનીએ કહ્યું કે, તેમની સફર `ઓલ ઈન્ડિયા રેડિયો FM`ની આઇકોનિક સિગ્નેચર ટ્યુનથી શરૂ થઈ હતી. એ પછી "હો ગઈ મોહબ્બત" અને "સજના આ ભી જા" જેવા ઓલ-ટાઇમ ફેવરિટ નોસ્ટાલ્જિક ગીતો અને નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ `1971` તેમની કરિયરના બેસ્ટ માઈલસ્ટોન રહ્યા છે.
બૉલીવૂડમાં ફિમેલ મ્યુઝિક ડિરેક્ટર તરીકે ઓળખ બનાવવી શિબાની માટે આસાન નહોતી. તેમણે જૂની યાદો શેર કરી કે, જ્યારે તેમને `સ્ટાર્ડસ્ટ એવોર્ડ` મળ્યો, ત્યારે ફાઇનલી એ સ્ટીરિયોટાઇપ તૂટ્યો કે મહિલાઓ કમ્પોઝ નથી કરી શકતી, માત્ર ગાઈ શકે છે!
લાસ્ટમાં શિબાનીએ કહ્યું કે, મ્યુઝિક લવર્સ આ ગીતને “એજી” અને “કેચી” કહી રહ્યા છે એ જ ખરેખર સૌથી વધુ આનંદ આપે તેવી છે. એક જ દિવસમાં સોશ્યલ મીડિયા પર ફેક મિલિયન વ્યુઝ મેળવવા કરતાં, ગીત ઓર્ગેનિકલી લોકો સુધી પહોંચે અને લાંબો સમય લોકોના પ્લેલિસ્ટમાં યાદ રહે તે વધુ જરૂરી છે.