30 October, 2024 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સિંઘમ અગેઇન`
દિવાળી પર ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલભુલૈયા 3’ વચ્ચેની ફાઇટનું રિઝલ્ટ કોની તરફેણમાં આવે છે એ જોવા ફિલ્મી વેપારના પંડિતો આતુર છે ત્યારે રોહિત શેટ્ટીની ફિલ્મે એક નવો રેકૉર્ડ સરજ્યો છે. સમાચાર મળ્યા છે કે ‘સિંઘમ અગેઇન’ ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને ફિજીમાં મળીને કુલ ૧૯૭ સ્ક્રીનમાં રિલીઝ થવાની છે જે એક વિક્રમ છે. આ દેશોમાં અત્યાર સુધીમાં કોઈ હિન્દી ફિલ્મ આટલી સ્ક્રીનમાં રિલીઝ નથી થઈ. એકલા ઑસ્ટ્રેલિયામાં ‘સિંઘમ અગેઇન’ ૧૪૩ સ્ક્રીનમાં રિલીઝ થવાની છે. આટલું ઓછું હોય એમ ‘સિંઘમ અગેઇન’ સિડનીના ડ્રાઇવ-ઇન થિયેટરમાં દેખાડવામાં આવનારી પહેલી ભારતીય ફિલ્મ પણ બનશે.