01 July, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`સિતારે ઝમીન પર`નું પોસ્ટર
આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે રિલીઝના નવમા દિવસે ભારતમાં ૧૦૭.૬૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને ૧૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી લઈ લીધી છે. આ ફિલ્મ આમિરની કરીઅરની સાતમી ફિલ્મ બની ગઈ છે જેણે ૧૦૦ કરોડ ક્લબમાં સ્થાન મેળવ્યું છે.
આ ફિલ્મની બીજા શુક્રવારે આવક ૬.૬૭ કરોડ રૂપિયા હતી, જ્યારે શનિવારે શાનદાર ઉછાળો જોવા મળ્યો અને ફિલ્મે ૧૨.૫૫ કરોડ રૂપિયાની આવક કરી હતી.
આ પહેલાં આમિરની ‘ગજની’, ‘3 ઇડિયટ્સ’, ‘ધૂમ-3’, ‘પીકે’, ‘દંગલ’ અને ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. કોરોનાકાળ બાદ આમિરની આ પહેલી મોટી સફળતા છે. આ પહેલાં રિલીઝ થયેલી ‘લાલ સિંહ ચઢ્ઢા’ બૉક્સ ઑફિસ પર ફ્લૉપ રહી હતી. આશા છે કે નજીકના ભવિષ્યમાં ‘સિતારે ઝમીન પર’ ‘ગજની’ના ૧૧૪ કરોડ રૂપિયાની કમાણીના રેકૉર્ડને તોડી નાખશે.
‘સિતારે ઝમીન પર’ના ૯ દિવસ |
|
પહેલો દિવસ |
૧૦.૭ કરોડ |
બીજો દિવસ |
૧૯.૯ કરોડ |
ત્રીજો દિવસ |
૨૬.૭ કરોડ |
ચોથો દિવસ |
૮.૫ કરોડ |
પાંચમો દિવસ |
૮.૬ કરોડ |
છઠ્ઠો દિવસ |
૭.૫૧ કરોડ |
સાતમો દિવસ |
૬.૫૫ કરોડ |
આઠમો દિવસ |
૬.૬૭ કરોડ |
નવમો દિવસ |
૧૨.૫૫ કરોડ |
આમિરની ટૉપ દસ ફિલ્મોનો બિઝનેસ |
|
દંગલ |
૩૮૭.૩૯ કરોડ |
પીકે |
૩૩૯.૫ કરોડ |
ધૂમ-3 |
૨૮૦.૨૫ કરોડ |
3 ઇડિયટ્સ |
૨૦૨ કરોડ |
ઠગ્સ ઑફ હિન્દોસ્તાં |
૧૪૫.૨૯ કરોડ |
ગજની |
૧૧૪ કરોડ |
સિતારે ઝમીન પર |
૧૦૭.૬૮ કરોડ |
તલાશ |
૯૩ કરોડ |
તારે ઝમીન પર |
૬૨.૫૦ કરોડ |
સીક્રેટ સુપરસ્ટાર |
૬૨ કરોડ |