સ્મૉલ સ્ક્રીન સિનેમાની જગ્યા નહીં લઈ શકે : સલમાન ખાન

27 October, 2021 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોના પહેલાં જે ઓપનિંગ થતું હતું એનું અડધુ ઓપનિંગ હવે જોવા મળશે. હમણાં જે ઑલ્ટરનેટિવ સીટિંગ અરેન્જમેન્ટ છે એ પણ જતી રહેશે અને ઇન્ડસ્ટ્રી બહુ જલદી કમબૅક કરશે.

સલમાન ખાન

સલમાન ખાનનું કહેવું છે કે સિનેમામાં ફિલ્મ જોવાની જે મજા આવે છે એની જગ્યા કોઈ નહીં લઈ શકે. સલમાનના પ્રોડક્શન-હાઉસ હેઠળ બનેલી આયુષ શર્માની ‘અંતિમ : ધ ફાઇનલ ટ્રુથ’ ૨૬ નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સલમાન ખાને કહ્યું હતું કે ‘થિયેટર્સમાં ફિલ્મ જોવાની જે મજા આવે છે એ લૅપટૉપ, આઇપૅડ કે મોબાઇલમાં નથી આવતી. જો તમે માનતા હો કે સિનેમાની જગ્યા આ સમાર્ટફોન લઈ શકે તો એમાં કોઈ સત્ય નથી. કોરોના પહેલાં જે ઓપનિંગ થતું હતું એનું અડધુ ઓપનિંગ હવે જોવા મળશે. હમણાં જે ઑલ્ટરનેટિવ સીટિંગ અરેન્જમેન્ટ છે એ પણ જતી રહેશે અને ઇન્ડસ્ટ્રી બહુ જલદી કમબૅક કરશે. મોટા ભાગના લોકોને વૅક્સિન લાગી ગઈ છે, પરંતુ એમ છતાં આપણે હજી કાળજી લેવાની જરૂર છે. એક સમયે અમને લાગ્યું હતું કે લૉકડાઉનમાં છૂટછાટ નહીં મળશે અને થિયેટર્સ શરૂ નહીં થાય. એ સમયે ઓટીટી પર ફિલ્મને રિલીઝ કરવું એ જ અમારા માટે ફાયદાકારક હતું, પરંતુ એમ છતાં અમે ફિલ્મને દરેક જગ્યાએ થિયેટર્સમાં જ રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું.’

bollywood news bollywood bollywood gossips entertainment news Salman Khan