midday

આંધ્ર પ્રદેશની શોભિતા ૧૬ વર્ષની ઉંમરે ભણવા માટે એકલી મુંબઈ આવી ગયેલી

09 August, 2024 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં શોભિતાએ એચ. આર. કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં ઍડ‍્મિશન લીધું હતું
શોભિતા ધુલિપાલા

શોભિતા ધુલિપાલા

૩૨ વર્ષની શોભિતા ધુલિપાલા જન્મી છે આંધ્ર પ્રદેશના તેનાલીમાં અને ઊછરી છે વિશાખાપટનમમાં, પણ ૧૬ વર્ષની ઉંમરે તે ભણવા માટે એકલી મુંબઈ આવી ગઈ હતી. મુંબઈમાં શોભિતાએ એચ. આર. કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં ઍડ‍્મિશન લીધું હતું. શોભિતાએ કૉર્પોરેટ લૉ કર્યું છે તથા તે ભરતનાટ્યમ અને કુચિપુડી જેવાં શાસ્ત્રીય નૃત્યોમાં પણ પારંગત છે. નેવીમાં કામ કરતા પપ્પાની દીકરી શોભિતા ૨૦૧૦માં ઍન્યુઅલ નેવી બૉલમાં નેવી ક્વીન બની હતી અને ૨૦૧૩માં મિસ ઇન્ડિયા અર્થ બનીને તેણે ફિલિપીન્સમાં મિસ અર્થ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ રીતે ગ્લૅમરજગતમાં પ્રવેશ્યા પછી શોભિતાની ઍક્ટિંગ-કરીઅરની શરૂઆત ૨૦૧૬માં આવેલી હિન્દી ફિલ્મ ‘રમન રાઘવ 2.0’થી થઈ. અનુરાગ કશ્યપની આ ફિલ્મમાં વિકી કૌશલ હીરો હતો. ત્યાર પછી શોભિતાએ સૈફ અલી ખાન સાથે ‘શેફ’માં અને ‘કાલાકાંડી’ નામની હિન્દી ફિલ્મમાં કામ કર્યું અને પછી તે તેલુગુ અને મલયાલમ ફિલ્મો તરફ વળી. મણિ રત્નમની બે ભાગમાં આવેલી ‘પોન્નિયિન સેલ્વન’માં અને ઇંગ્લિશ ફિલ્મ ‘મન્કી મૅન’માં પણ તેને મોકો મળ્યો. શોભિતાએ હિન્દી વેબ-સિરીઝ ‘મેડ ઇન હેવન’ અને ‘ધ નાઇટ મૅનેજર’ની બન્ને સીઝનમાં પણ કામ કર્યું છે.

sobhita dhulipala andhra pradesh mumbai bollywood news bollywood gossips bollywood entertainment news