28 September, 2026 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાલી કુલકર્ણી અને સલમાન ખાન
સોનાલી કુલકર્ણીએ પોતાની ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં અનેક ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. આવી જ ફિલ્મોમાંની એક ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની વર્ષ ૨૦૧૯માં આવેલી પિરિયડ ડ્રામા ફિલ્મ ‘ભારત’ છે જેમાં તેણે જાનકી દેવીનું પાત્ર ભજવ્યું હતું. ૫૧ વર્ષની સોનાલી કુલકર્ણીએ ‘ભારત’માં પોતાનાથી ૯ વર્ષ મોટા સલમાનની મમ્મીની ભૂમિકા ભજવી હતી.
હવે સોનાલીએ ‘ભારત’માં સલમાનની મમ્મીની ભૂમિકા ભજવવા પાછળનું કારણ જણાવ્યું છે. તેણે કહ્યું હતું કે ‘કાસ્ટિંગ દરમ્યાન મેં કહ્યું હતું કે હું આ ભૂમિકા ન કરી શકું. જોકે અલી અબ્બાસ ઝફર અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા મને કાસ્ટ કરવા ઇચ્છતા હતા કારણ કે તેઓ ફિલ્મના ફ્લૅશબૅક સીન પર ઘણો ભાર આપી રહ્યા હતા. મેં એ વાત સમજવાનો પ્રયાસ કર્યો અને પછી એને એક પડકાર તરીકે સ્વીકારી લીધો. વળી, આ રોલ કરવા માટે મને બહુ જ સારા પૈસા મળ્યા હતા.’