✕

અંધેરી-વેસ્ટમાં ૧૬ કરોડ રૂપિયામાં સોનુ નિગમે ખરીદી બે કમર્શિયલ પ્રૉપર્ટી

06 October, 2026 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સોદા માટે ૯૬ લાખ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે

ફાઇલ તસવીર

સિન્ગર સોનુ નિગમે અંધેરી-વેસ્ટ વિસ્તારમાં લગભગ ૩૮૮૬ સ્ક્વેર ફુટ વિસ્તારમાં ફેલાયેલા બે કમર્શિયલ યુનિટ ૧૬ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.  પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન ડેટા અનુસાર આ વ્યવહારની નોંધણી ૬ ઑગસ્ટે થઈ હતી. આ સોદા માટે ૯૬ લાખ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે. આ પ્રૉપર્ટી અંધેરી-વેસ્ટના લોખંડવાલા રોડ પર આવેલા સુંદરવન કૉમ્પ્લેક્સના ‘ઍસ્ટન’ બિલ્ડિંગના પહેલા માળે આવેલી છે.

sonu nigam property tax real estate andheri entertainment news bollywood bollywood news