દૂધવાળા પાસે દૂધ પર ડિસ્કાઉન્ટ માગી રહ્યો છે સોનુ સૂદ

26 July, 2021 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનુ સૂદે એનો વિડિયો શૅર કર્યો છે. બન્ને વચ્ચે ખૂબ મજેદાર વાતચીત ચાલી રહી છે.

સોનુ સૂદ

સોનુ સૂદે દૂધવાળાને ઘાસચારાથી ભરેલી ગાડીમાં બેસાડીને તેની પાસે દૂધ પર ડિસ્કાઉન્ટ માગ્યું હતું. સોનુ સૂદે એનો વિડિયો શૅર કર્યો છે. બન્ને વચ્ચે ખૂબ મજેદાર વાતચીત ચાલી રહી છે. સોનુ સૂદે બ્લૅક પૅન્ટ અને બ્લુ ટી-શર્ટ પહેર્યાં છે. આ વિડિયો દ્વારા સોનુ સૂદ નાના ઉદ્યોગોને સપોર્ટ કરવાની લોકોને અપીલ કરી રહ્યો છે. સોનુ સૂદની દરિયાદિલી જગજાહેર છે. વિડિયોમાં સોનુ સૂદ કમલકુમાર નામના એ માણસને કહી રહ્યો છે કે ‘તું મને દૂધ કેટલા રૂપિયામાં આપીશ?’

તો એનો જવાબ આપતાં કમલકુમાર કહે છે કે ૫૦ રૂપિયામાં. એવામાં ચોંકીને સોનુ સૂદ તેને કહે છે કે ‘હું તારા માટે આટલી મહેનતથી રિક્ષા ચલાવું છું અને શું મને ડિસ્કાઉન્ટ પણ નહીં મળે?’

તો કમલકુમાર તેને ડિસ્કાઉન્ટ આપવાની પણ ના કહે છે.

sonu sood bollywood news entertainment news