28 August, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ સૂદ અને મનીષા કોઇરાલા
તિબેટની સરહદને અડીને આવેલા મધ્ય નેપાલના જિલ્લાઓમાં બુધવારે સવારે અચાનક આવેલા ભયાનક પૂરે ભારે તબાહી મચાવી છે. નેપાલના રસુવા વિસ્તારમાં ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂરને કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. આ મુશ્કેલ સમયમાં સોનુ સૂદે નેપાલની મદદ માટે હાથ લંબાવ્યો છે તેમ જ મનીષા કોઇરાલાએ પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને સંવેદના વ્યક્ત કરી છે.
સોનુ સૂદે નેપાલના લોકોને હિંમત આપીને સોશ્યલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે ‘નેપાલ... યુ આર નૉટ અલોન. અમે તમારા માટે ભોજન, રહેવાની જગ્યા અને ફરીથી બધું ઊભું કરવા માટે મદદ કરવાનો જુસ્સો લઈને આવી રહ્યા છીએ.’
નેપાલી મૂળની જાણીતી ઍક્ટ્રેસ મનીષા કોઇરાલાએ પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરી છે. તેણે પૂરની આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે લોકોને નેપાલ માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.