23 October, 2026 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ સૂદ
સોનુ સૂદે અંધેરી-વેસ્ટ વિસ્તારમાં આવેલી પોતાની કમર્શિયલ સ્પેસ પાંચ વર્ષ ભાડે આપી છે. દસ્તાવેજો અનુસાર આ ડીલથી તે કુલ ૩.૫૨ કરોડ રૂપિયાની કમાણી કરશે. આ કમર્શિયલ સ્પેસ અંધેરી-વેસ્ટના વર્સોવા વિસ્તારમાં આવેલા આરામ નગરમાં છે. પ્રથમ વર્ષે માસિક ભાડું પાંચ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. બીજા વર્ષે એ વધીને ૫.૪૦ લાખ રૂપિયા, ત્રીજા વર્ષે ૫.૮૩ લાખ રૂપિયા, ચોથા વર્ષે ૬.૨૯ લાખ રૂપિયા અને પાંચમા વર્ષે ૬.૮૦ લાખ રૂપિયા થશે.