✕

બ્રેક-અપ પછી અર્જુન કપૂર અને મલાઇકા અરોરા સાથે જોવા મળતાં શરૂ થઈ ગઈ તેમના પૅચ-અપની ચર્ચા

07 October, 2026 05:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના બ્રેકઅપને સારો એવો સમય થઈ ગયો છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના બ્રેકઅપને સારો એવો સમય થઈ ગયો છે. જોકે હાલમાં બન્ને ફરી એકસાથે જોવા મળતાં સોશ્યલ મીડિયા પર તેમના સંબંધના પૅચ-અપને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

અર્જુન અને મલાઇકા લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં, જોકે બાદમાં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. હાલમાં સોશ્યલ મીડિયા પર બન્નેનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. સામે આવેલા વિડિયોમાં મલાઇકા ગાડીમાં બેસી ગયા બાદ અર્જુન તેના માટે ગાડીનો દરવાજો બંધ કરતો જોવા મળે છે. આ પછી અર્જુન બીજી તરફથી જઈને ગાડીમાં બેસે છે.

અર્જુન અને મલાઇકાએ ૨૦૧૮ની આસપાસ પોતાના સંબંધની જાહેરમાં જાહેરાત કરી હતી. ત્યાર બાદ બન્ને ઘણી વાર સાથે જોવા મળતાં હતાં અને સોશ્યલ મીડિયા પર પણ એકબીજા સાથેની તસવીરો શૅર કરતાં હતાં. લગભગ ૬ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ૨૦૨૪માં બન્ને અલગ થઈ ગયાના સમાચાર સામે આવ્યા હતા. એ જ વર્ષે અર્જુને એક ઇવેન્ટમાં પોતાને સિંગલ ગણાવીને પોતાના સંબંધ વિશે સ્પષ્ટતા કરી હતી. બ્રેકઅપ બાદ પણ બન્ને વચ્ચે કોઈ પ્રકારની કડવાશ જોવા મળી નહોતી.

malaika arora arjun kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news sex and relationships