વારાણસી માટે સ્ટુડિયોમાં ઊભા કરેલા શહેરના ભવ્ય સેટની તસવીરો ચર્ચામાં

26 March, 2026 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના ટીઝર-લૉન્ચ પહેલાં એસ. એસ. રાજામૌલીએ કેટલાંક ઇન્ટરનૅશનલ મીડિયા હાઉસિસને આમંત્રિત કર્યાં હતાં, જેથી તેઓ ફિલ્મની ગ્રૅન્ડ લૉન્ચ-ઇવેન્ટને કવર કરી શકે

આ તસવીરોમાં સેટની ભવ્યતા જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત

એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મ સાથે જોડાયેલી નાની-નાની માહિતી પણ એક્સાઇટમેન્ટ લેવલને વધારી રહી છે. તાજેતરમાં ‘વારાણસી’ના સેટની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં સેટની ભવ્યતા જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયું છે.

હકીકતમાં ફિલ્મના ટીઝર-લૉન્ચ પહેલાં એસ. એસ. રાજામૌલીએ કેટલાંક ઇન્ટરનૅશનલ મીડિયા હાઉસિસને આમંત્રિત કર્યાં હતાં, જેથી તેઓ ફિલ્મની ગ્રૅન્ડ લૉન્ચ-ઇવેન્ટને કવર કરી શકે. આ સમયે ડિરેક્ટરે વિદેશી મીડિયાને પોતાના ભવ્ય સેટની ઝલક બતાવી હતી જેમાં ફિલ્મ માટે સ્ટુડિયોમાં જ વિશાળ ઘાટ, મંદિરો અને સમગ્ર વારાણસી શહેરને રીક્રીએટ કરવામાં આવ્યાં છે. હવે એની તસવીરો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે.

‘વારાણસી’ આવતા વર્ષે ૭ એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મ દ્વારા પ્રિયંકા ચોપડા ઘણાં વર્ષો બાદ ભારતીય સિનેમામાં વાપસી કરી રહી છે. ફિલ્મમાં તે મંદાકિનીનું પાત્ર ભજવશે. મહેશ બાબુ રુદ્ર અને શ્રી રામના ડબલ રોલમાં જોવા મળશે. રિપોર્ટ્‌સ મુજબ ફિલ્મની વાર્તા ટાઇમ ટ્રાવેલ પર આધારિત હશે જેમાં પૌરાણિક કથાઓ અને આધુનિક ઍક્શનનું મિશ્રણ જોવા મળશે. જોકે મેકર્સે હજી વાર્તાનો સત્તાવાર રીતે ખુલાસો નથી કર્યો.

varanasi upcoming movie priyanka chopra mahesh babu teaser release mumbai entertainment news bollywood bollywood news