કર્માને ૪૦ વર્ષ થયાં, સુભાષ ઘઈએ શૅર કરી શૂટિંગ વખતની ખાસ તસવીરો

09 August, 2026 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુભાષ ઘઈએ ‘કર્મા’ ફિલ્મની ૪૦મી વર્ષગાંઠે શૂટિંગ દરમિયાનની કેટલીક દુર્લભ તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી જૂની યાદોને તાજી કરી છે. તસવીરોમાં દિલીપ કુમાર, અનિલ કપૂર, જૅકી શ્રૉફ સહિતની સ્ટારકાસ્ટ જોવા મળે છે.

કર્માને ૪૦ વર્ષ થયાં, સુભાષ ઘઈએ શૅર કરી શૂટિંગ વખતની ખાસ તસવીરો

સુભાષ ઘઈએ તેમની આઇકૉનિક ઍક્શન ડ્રામા ફિલ્મ ‘કર્મા’ની ૪૦મી વર્ષગાંઠ નિમિત્તે જૂની યાદોને તાજી કરી છે. ૧૯૮૬ની ૮ ઑગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મને ૪૦ વર્ષ પૂર્ણ થતાં તેમણે ફિલ્મના સેટ પરથી શૂટિંગ વખતની કેટલીક ખાસ તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. 
સુભાષ ઘઈએ શૅર કરેલી આ તસવીરોમાં દિલીપ કુમાર, નૂતન, અનિલ કપૂર, જૅકી શ્રૉફ, નસીરુદ્દીન શાહ, શ્રીદેવી, પૂનમ ઢિલ્લોં અને અનુપમ ખેર સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ જોવા મળી રહી છે. તસવીરોમાં સુભાષ ઘઈ કલાકારોને દૃશ્યો સમજાવતા, દિલીપ કુમાર અને અનિલ કપૂર સાથે શૉટ અંગે ચર્ચા કરતા તેમ જ જૅકી શ્રૉફ અને નસીરુદ્દીન શાહ સાથે વાતચીત કરતા જોવા મળે છે.

subhash ghai dilip kumar anil kapoor jackie shroff naseeruddin shah sridevi poonam dhillon indian films indian cinema entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood