Tadap Trailer Release: અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મનું ટ્રેલર રિલીઝ, જુઓ અહીં

27 October, 2021 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અહાન શેટ્ટી ડેબ્યૂ ફિલ્મ તડપનું ટ્રેલર રીલિઝ: ટ્રેલર રિલીઝની સાથે જ ફિલ્મના મેકર્સે તડપની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

બૉલિવૂડના જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટીના (Sunil Shetty) દીકરા અહાન શેટ્ટી (Ahan Shetty) ટૂંક સમયમાં જ બૉલિવૂડમાં ફિલ્મ તડપ દ્વારા ડેબ્યૂ કરવાનો છે. અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ સાજિદ નડિયાદવાલાના બેનર હેઠળ બનેલી છે. આજે એટલે કે 27 ઑક્ટોબર 2021ના રોજ જ મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતાની સાથે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત પણ કરી છે. અમુક સમય પહેલા જ ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે (Taran Adarsh)સોશિયલ મીડિયા પર ટીઝર શૅર કર્યું હતું. જણાવવાનું કે આ ફિલ્મમાં અહાન શેટ્ટી સાથે તારા સુતારિયા રોમાન્સ કરતી જોવા મળશે. 

અહીં જુઓ ટ્રેલર : 

ફિલ્મ તડપના ટ્રેલર રિલીઝ બાદ હવે લોકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધતી જોવા મળે છે. આ ટીઝરમાં તારા સુતારિયા એક અનોખા અંદાજમાં જોવા મળી રહી છે. તો સામે અહાન શેટ્ટીનો લૂક પણ ખૂબ જ દળદાર દેખાઇ રહ્યો છે. અહાન શેટ્ટીનો લૂક જોઈને કહી શકાય કે તે પિતા સુનીલ શેટ્ટીની જેમ જ ફુલ ઑન એક્શન મોડમાં જ પોતાના કરિઅરની શરૂઆત કરી રહ્યો છે.

તારા સુતારિયા અને અહાન શેટ્ટી સ્ટારર ફિલ્મ તડપ 3 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન મિલન લૂથરિયાએ કર્યું છે. જ્યારે ફિલ્મને પ્રૉડ્યૂસ સાજિદ નડિયાદવાલાએ કરી છે. જ્યારથી ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારે જ ફિલ્મ ચર્ચાઓમાં છવાયેલી છે. તડપ સિવાય તારા સુતારિયા હીરોપંતી 2માં પણ દેખાશે. તારાએ પોતાના કરિઅરની શરૂઆત કરણ જોહરની ફિલ્મ સ્ટૂડેન્ડ ઑફ ધ યર 2 દ્વારા કરી છે. જો કે, આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળતા મેળવવામાં નિષ્ફળ રહી હતી. પણ તારા સુતારિયાની એક્ટિંગ ખૂબ જ વખણાઇ હતી. ત્યાર બાદ તારા મરજાવાં ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી.

bollywood news bollywood bollywood gossips entertainment news Tara Sutaria