28 August, 2026 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલ, જૅકી શ્રોફ, સંજય દત્ત અને મિથુન ચક્રવર્તી મલ્ટિસ્ટારર બાપ હવે OTT પર આવશે એવો મેકર્સે કર્યો ખુલાસો
સની દેઓલની લેટેસ્ટ ‘બટવારા 1947’ બૉક્સ-ઑફિસ પર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. ફિલ્મ પાસેથી સારા બિઝનેસની આશા હતી પણ એ ખાસ સફળ નથી થઈ. હવે સનીની આગામી ફિલ્મ ‘બાપ’ વિશે મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે. ‘બાપ’ એક મલ્ટિસ્ટારર ઍક્શન ફિલ્મ છે જેમાં સની સાથે જૅકી શ્રોફ, સંજય દત્ત અને મિથુન ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સ્ટાર્સના ફૅન્સ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા પણ મેકર્સે ખુલાસો કર્યો છે કે એને OTT પ્લૅટફૉર્મ પર દર્શાવવામાં આવશે.
હાલમાં ઝી5એ એક વિડિયો શૅર કર્યો હતો જેમાં આવનારા સમયમાં પ્લૅટફૉર્મ પર રિલીઝ થનારી ફિલ્મોની ઝલક બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં ‘બાપ’નું નામ પણ સામેલ છે. જોકે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે ફિલ્મ સીધી OTT પર રિલીઝ થશે કે પછી થિયેટરમાં રિલીઝ થયા બાદ ઝી5 પર સ્ટ્રીમ થશે.