આ રહી હૈ પુલિસ

26 September, 2021 02:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં સિનેમા ૨૨ ઑક્ટોબરથી શરૂ થઈ રહ્યાં હોવાથી ‘સૂર્યવંશી’ દિવાળીમાં રિલીઝ થશે

અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ની ટક્કર હવે હૉલીવુડની ઍન્જેલિના જોલીની માર્વેલ સાથેની ફિલ્મ ‘ઇટર્નલ’ સાથે થશે. 

મહારાષ્ટ્રમાં હવે સિનેમા અને થિયેટર્સને પરવાનગી આપી દેવામાં આવી હોવાથી અક્ષયકુમાર અને કૅટરિના કેફની ‘સૂર્યવંશી’ની રિલીઝની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શેટ્ટી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મની રિલીઝને ઘણી વાર ડિલે કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં થિયેટર્સને પરવાનગી ન મળી હોવાથી આ ફિલ્મ રિલીઝ કરવામાં નહોતી આવી. જોકે રોહિત શેટ્ટી હાલમાં અન્ય ફિલ્મમેકર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને પ્રોડક્શન-હાઉસના માલિક સાથે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેને મળ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે ૨૨ ઑક્ટોબરથી થિયેટર્સ શરૂ કરવામા આવશે. જોકે આ માટેના નિયમો પર હાલમાં કામ કરવામાં આવી રહ્યું છે. આ વિશે અક્ષયકુમારે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી, ‘આજે ઘણી બધી ફૅમિલી શ્રી ઉદ્ધવ ઠાકરેનો આભાર માનતી હશે. ૨૨ ઑક્ટોબરથી મહારાષ્ટ્રમાં ફરી સિનેમા શરૂ કરવા બદલ હું તેમનો આભારી છું. અબ કિસી કે રોકે ના રુકેગી – આ રહી હૈ પુલિસ.’

અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ની ટક્કર હવે હૉલીવુડની ઍન્જેલિના જોલીની માર્વેલ સાથેની ફિલ્મ ‘ઇટર્નલ’ સાથે થશે. 

દીકરી વહાલનો દરિયો

અક્ષયકુમારે ગઈ કાલે દીકરી નિતારા સાથેનો ફોટો શૅર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. ફોટો શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘દીકરીના ટાઇટ હગ સામે દુનિયાની કોઈ વસ્તુ કામ નથી આવતી. નિતારા, તું જલદી મોટી થજે અને દુનિયા પર રાજ કરજે, પરંતુ હંમેશાં પાપાની અમૂલ્ય નાની દીકરી બની રહેજે. તને ખૂબ પ્રેમ કરું છું.’

entertainment news bollywood news akshay kumar