03 July, 2025 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વીરે શૅર કરેલો ફોટો અને તારાએ શૅર કરેલો ફોટો
તારા સુતરિયા અને વીર પહારિયા હાલમાં તેમની રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે આ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને હાલમાં તેમની સોશ્યલ મીડિયા પોસ્ટને કારણે તેમના સંબંધોની ચર્ચાને વેગ મળ્યો છે. જોકે તારા અને વીર તરફથી આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. વીર પહારિયાએ મંગળવારે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શૅર કરી, જેમાં તે ઇટલીમાં એક યૉટ પર પોઝ આપતો જોવા મળ્યો હતો અને તેની પાછળ એક મોટો પર્વત પણ દેખાય છે.
વીરે સ્ટોરી પોસ્ટ કરી કે તરત જ તારા સુતરિયાએ પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શૅર કરી, જેમાં પર્વત અને સમુદ્ર દેખાઈ રહ્યા છે. આ બે પોસ્ટ્સ એક જ જગ્યાની હોય એવું લાગે છે. આ તસવીર જોઈને ફૅન્સ એવો અંદાજ લગાવી રહ્યા છે કે તારા અને વીર એકસાથે સીક્રેટ વેકેશન પર ગયાં છે. વીર અને તારાએ લૅક્મે ફૅશન વીક દરમ્યાન સાથે રેમ્પ-વૉક કર્યું હતું. આ પછી બન્ને સાથે ડિનર કરતાં જોવાં મળ્યાં હતાં. અહીંથી જ બન્નેના ડેટિંગની અફવાઓ શરૂ થઈ હતી.
તારાની વાત કરીએ તો વીર પહેલાં તારા અને આદર ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં. જોકે ૨૦૨૩માં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. સામા પક્ષે વીરે પણ ભૂતકાળમાં સારા અલી ખાનને ડેટ કરી છે. વીર પહારિયા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદેની દીકરીનો દીકરો છે. ૨૦૧૮માં એક મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં સારા અલી ખાને પણ વીર સાથેના સંબંધનો સ્વીકાર કર્યો હતો.
વિમ્બલ્ડનમાં પ્રિયંકા ચોપડા સાથે કોણ છે?
પ્રિયંકા ચોપડાએ ગઈ કાલે અંગ્રેજ અૅક્ટર ડૉમિનિક કૂપર સાથે લંડનમાં ચાલતી વિમ્બલ્ડન ટેનિસ ચૅમ્પિયનશિપની મૅચ જોઈ હતી.
બિન્દાસ બેબ
શર્વરી વાઘે હાલમાં પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં વાઇટ બિકિનીમાં પોતાની બ્લૅક ઍન્ડ વાઇટ સુપરહૉટ તસવીરો પોસ્ટ કરી છે અને તેની આ તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. આ તસવીરોમાં શર્વરીએ બિકિની સાથે લાઇટ શિયર રૉબ પહેર્યું હતું જે બોલ્ડ અને ગ્લૅમરસ બીચ-રેડી લુક દર્શાવે છે