તારા સુતરિયાએ મુંબઈમાં ખરીદ્યું પોતાનું પહેલું ઘર

24 February, 2026 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તારાએ ફૅન્સ સાથે ખુશખબર શૅર કરતાં પોતાના નવા ઘરની ઝલક પણ દેખાડી

તારા સુતરિયા

તારા સુતરિયાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં જાહેરાત કરી છે કે તેણે મુંબઈમાં પોતાનું પહેલું ઘર ખરીદ્યું છે.

તારાએ ફૅન્સ સાથે ખુશખબર શૅર કરતાં પોતાના નવા ઘરની ઝલક પણ દેખાડી પણ પોતાની પ્રાઇવસી જાળવી રાખવા માટે વિસ્તારનું નામ જાહેર નથી કર્યું.

તારાએ પોતાના નવા ઘરની તસવીરો સાથે સંદેશ લખ્યો કે ‘નવી શરૂઆત માટે, મારા પ્રથમ ઘરમાં અનંત હાસ્ય અને પ્રેમ માટે અને ૨૦૨૬ને ખુલ્લા દિલથી સ્વીકારવા માટે.’

છેલ્લા કેટલાક સમયથી વીર પહારિયા સાથેના બ્રેક-અપની ચર્ચાથી ઘેરાયેલી તારાએ હવે નવા ઘર સાથે જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી છે જે વ્યક્તિગત શાંતિ, સંતુલન અને નવી આશાઓથી ભરેલો છે.

Tara Sutaria real estate entertainment news bollywood bollywood news