કોરોનાથી સંક્રમિત આ કોરિયોગ્રાફરનું નિધન, સોનુ સુદે કહ્યું મેં બચાવવાનો પુરો પ્રયાસ કર્યો પણ..

29 November, 2021 01:26 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

શિવા શંકર માસ્ટરજીના નિધનના સમાચાર સાંભળી મને આઘાત લાગ્યો છે. મેં તેમને બચાવવાનો પુરો પ્રયાસ કર્યો પરંતુ ભગવાનને કંઈક બીજુ જ મંજૂર હતું

પ્રતીકાત્મક તસવીર

તેલુગૂ ફિલ્મના કોરિયોગ્રાફર શિવા શંકર (Shiva Shankar)નું કોરોનાને કારણે હૈદરાબાદમાં નિધન થયું છે. શિવા શંકર છેલ્લા કેટલાય દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા અને કોરોનાની સારવાર લઈ રહ્યાં હતાં. જે સારવારમાં અભિનેતા સોનુ સૂદ તેમની આર્થિક મદદ કરી રહ્યાં હતાં. પંરતુ તેમ છતાં શિવા શંકરને બચાવી શકાયા નહીં અને આખરે હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. 

શિવા શંકરના નિધન પર અનેક અભિનેતાઓ અને ફિલ્મમેકર્સ શોક વ્યક્ત કરી રહ્યાં છે. સોનુ સૂદે પણ સોશિયલ મીડિયા પર શિવા શંકરની તસવીર શેર કરી તેમના નિધન પર ઈમોશનલ પોસ્ટ લખી છે. 

કોરોનાથી સંક્રમિત થયા બાદ શિવા શંકરને હૈદરાબાદમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જયાં તેમની સારવાર ચાલી રહી હતી. રવિવારે રાત્રે તેમની તબિયત વધારે અસ્થિર થતાં તેમનું નિધન થયું. સોનુ સૂદે તેમના નિધન પર ટ્વિટ કરી કહ્યું કે `શિવા શંકર માસ્ટરજીના નિધનના સમાચાર સાંભળી મને આઘાત લાગ્યો છે. મેં તેમને બચાવવાનો પુરો પ્રયાસ કર્યો પરંતુ ભગવાનને કંઈક બીજુ જ મંજૂર હતું. માસ્ટરજી તમને હંમેશાં યાદ કરીશ. ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની ક્ષમતા આપે. સિનેમા તમને હંમેશાં યાદ કરશે સર.`

તેલુગૂ ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ પણ ટ્વિટ કરી શિવા શંકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

નોંધનીય છે શિવા શંકર હોસ્પિટલમાં દાખલ હતા તે સમયે આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યાર બાદ સોનુ સૂદ અને ધનુષે શિવા શંકરને આર્થિક મદદ કરી હતી. શિવા શંકરે તેલુગૂ અને તમિલ ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. આ ઉપરાંત તેમણે ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે. 

 

 

 

 

 

 

entertainment news sonu sood