`The Bhootnii`હવે ડિજિટલ પ્લેટફોર્મ પર! પ્રીમિયર ડેટ આવી સામે

12 July, 2025 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

The Bhootnii: ઝી 5 અને ઝી સિનેમા પર 18 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યે ડરામણી રોમાંચક હોરર-કોમેડી `ધ ભૂતની`ની વિશ્વ ડિજિટલ રિલીઝનું પ્રીમિયર થવા જઇ રહ્યું છે.

ફિલ્મનું પોસ્ટર

ઝી 5 અને ઝી સિનેમા 18 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યે `ધ ભૂતની`ની વર્લ્ડ ડિજિટલ રિલીઝ શરૂ કરવા માટે તૈયાર છે. થિયેટરમાં હાસ્ય અને ભય સાથે રજૂ થયા બાદ હવે આ હોરર-કોમેડી ફિલ્મ તમારા ઘરની ચાર દિવાલો વચ્ચે આવી રહી છે.

સોહમ રોકસ્ટાર એન્ટરટેઇનમેન્ટના દીપક મુકુટ અને થ્રી ડાયમેન્શન મોશન પિક્ચર્સના સંજય દત્ત દ્વારા નિર્મિત અને સિદ્ધાંત સચદેવ દ્વારા લિખિત અને નિર્દેશિત `ભૂતની` ઝી 5 અને ઝી સિનેમા પર સ્ટ્રીમ થવાના છે.

ઝી 5 અને ઝી સિનેમા પર 18 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યે ડરામણી રોમાંચક હોરર-કોમેડી `ધ ભૂતની`ની વિશ્વ ડિજિટલ રિલીઝનું પ્રીમિયર થવા જઇ રહ્યું છે. ભૂતની હવે ભયાનક રોમાંચ અને હાસ્યની નવી વાત લઈને દર્શકોની સામે આવવાની છે.

સોહમ રોકસ્ટાર એન્ટરટેઈનમેન્ટના દીપક મુકુટ અને થ્રી ડાયમેન્શન મોશન પિક્ચર્સના સંજય દત્ત દ્વારા નિર્મિત અને સિદ્ધાંત સચદેવ દ્વારા લિખિત તેમ જ નિર્દેશિત `ભૂતની`માં સંજય દત્તની આગેવાનીમાં એક હાઈ-વોલ્ટેજ કાસ્ટ છે. જેમાં તેના પોતાનાં રહસ્યો સાથે વિચિત્ર ઘોસ્ટબસ્ટર તરીકે મૌની રોય અને આ તોફાનની નજરમાં ફસાયેલ કોલેજ સ્ટુડન્ટ તરીકે સની સિંહ અને પલક તિવારી છે. આ ફિલ્મમાં આસિફ ખાન અને નિક (બીયૂનિક) પણ સહાયક ભૂમિકામાં જોવા મળવાના છે.

દિલ્હીના સેન્ટ વિન્સેન્ટ કોલેજના ભૂતિયા મેદાન પર ફિલ્માંકિત આ ફિલ્મ કે જ્યાં એક જૂનું ભૂત અને એક શાપિત વૃક્ષ દરેક વેલેન્ટાઇન ડે પર ભય પેદા કરે છે. આ કથા સ્ટુડન્ટ શાંતનુ (સન્ની સિંહ)ની આસપાસ ફરે છે, જે અકસ્માતે મોહબ્બતને જાગૃત કરે છે, જે એક ભૂત છે. ત્યારબાદ વિચિત્ર બાબા (સંજય દત્ત) આ કથામાં પ્રવેશ કરે છે અને કથા રહસ્યમય રીતે આગળ વધે છે. `ધ ભૂતની` 18મી જુલાઈ, રાત્રે 8 વાગ્યાથી ઝી5 અને ઝી સિનેમા પર સ્ટ્રીમ થવાની છે.

સંજય દત્તે કહ્યું કે ભૂતની હંમેશા એક મનોરંજક, વિચિત્ર યાત્રા રહી. એક વાસ્તવિક ક્લટર બ્રેકર. કમનસીબે, તેની થિયેટર રિલીઝ દરમિયાન તેને પૂરતો સ્કોપ ન મળ્યો. ઘણીવાર કેટલીક ફિલ્મો ઘોંઘાટ વચ્ચે ખોવાઈ જતી હોય છે. પરંતુ આ ખૂબ જ પ્રેમ અને કાળજી સાથે બનેલી ફિલ્મ છે. અમે વાર્તા અને તેની પાછળના હૃદયમાં ખરેખર વિશ્વાસ કર્યો હતો. હું ખરેખર આશા રાખું છું કે તે ઝી5 અને ઝી સિનેમા પર દર્શકો સાથે તે વધુ કનેક્ટ થાય.

મૌની રોય પોતાની લાગણી શૅર કરતાં જણાવે છે, ભૂતનીમાં મોહબ્બતનું ચિત્રણ કરવું એક ખૂબ જ રોમાંચક અનુભવ રહ્યો. તે રહસ્યમય, તીવ્ર અને ભાવનાત્મક રીતે આટલી રસપ્રદ લેયર્સવાળી છે. થિયેટરમાં રજૂ થયા બાદ તેને મળેલા જબરજસ્ત પ્રેમ માટે હું આભારી છું. સંજય દત્ત સર સાથે કામ કરવું એક સન્માનની વાત હતી. આ પડકારજનક અને નવી ભૂમિકા માટે મારા પર વિશ્વાસ કરવા બદલ સિદ્ધાંત સચદેવનો હૃદયપૂર્વક આભાર.

સની સિંહે કહે છે કે, "ભૂતનીમાં મુખ્ય પાત્ર શાંતનુને ભજવવું એ એક સંપૂર્ણ રોલરકોસ્ટર હતું. તે એક સામાન્ય વ્યક્તિ છે જે કેટલીક ગંભીર વિચિત્ર અને ડરામણી અંધાધૂંધીમાં ફસાયેલો છે. મને જે સૌથી વધુ ગમ્યું તે એ હતું કે કેવી રીતે ફિલ્મ તેના ભાવનાત્મક મૂળિયાંને ગુમાવ્યા વિના હોરરને રમૂજ સાથે મિશ્રિત કરે છે. હું રોમાંચિત છું કે પ્રેક્ષકો હવે તેમના ઘરમાં આરામથી લાફ, ચીલ અને ટ્વિસ્ટનો અનુભવ કરી શકે છે.

પલક તિવારી કહે છે કે, "ભૂતનીમાં અનન્યાની ભૂમિકા ભજવવી એ એક રોમાંચક અનુભવ રહ્યો. તે મજબૂત, જિજ્ઞાસુ છે, અને પોતાને મુશકેલ પરિસ્થિતિઓમાં ફસાયેલી અનુભવે છે. મને જે સૌથી વધુ ગમ્યું તે એ હતું કે ફિલ્મ કેવી રીતે લાગણી, સસ્પેન્સ અને વિચિત્ર હોરરના યોગ્ય સ્પર્શને બેલેન્સ કરી જાણે છે. સંજય દત્ત સર સાથે કામ કરવું એ મારા માટે ગૌરવની વાત છે. સેટ પર તેમની ઊર્જા અને આસપાસ રહીને ઘણું શીખવાનું છે. સમગ્ર જર્ની દરમિયાન સિદ્ધાંત સચદેવ સરનું માર્ગદર્શન અને તેમનો મારામાં વિશ્વાસ.. તેના વિના આ શક્ય બન્યું ન હોત. હું દર્શકો માટે ફિલ્મ જોવા અને તેને ઝી5 અને ઝી સિનેમા પર તેમનો પૂરો પ્રેમ આપવા માટે રાહ જોઉં છું.

કાવેરી દાસે જણાવ્યું હતું કે, "ઝી5માં અમારી કન્ટેન્ટ વ્યૂહરચના પ્રેક્ષકોની વિકસતી પસંદગીઓને સમજવા અને તાજી, મનોરંજક અને સાંસ્કૃતિક રીતે ગુંજતી કથાઓ રજૂ કરવામાં છે. ભૂતની સાથે અમે વિવિધ શૈલીનું મિશ્રણ કરીને વધારે વિવિધતા લાવવા માટે ઉત્સાહિત છીએ. આ ફિલ્મમાં એવા તત્વોનો સમાવેશ થાય છે જે લોકોને આકર્ષિત કરે છે. અહીં છે યુવા-કેન્દ્રિત વાતાવરણ, ષડયંત્ર અને રમૂજ.

દીપક મુકુટે કહ્યું કે, સંજય દત્ત, મૌની રોય, સની સિંહ અને પલક તિવારી આ બધાના કેન્દ્રમાં હોવાથી, આ ફિલ્મ એક અવિસ્મરણીય સફર બની ગઈ. તમને જણાવી દઈએ કે ;ધ ભૂતની;નું પ્રીમિયર આ 18મી જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યે ઝી5 અને ઝી સિનેમા પર થશે. આ ભયાનક રમૂજી યાત્રામાં જોડાવાનું ચૂકશો નહીં.

sanjay dutt mouni roy entertainment news bollywood buzz bollywood gossips bollywood zee5 palak tiwari