હવે રીજનલ કન્ટેન્ટ જેવું કશું રહ્યું નથી

24 June, 2021 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘સ્કૅમ 1992 – ધ હર્ષદ મહેતા સ્ટોરી’નો સ્ટાર પ્રતીક ગાંધી કહે છે, ‘ઑડિયન્સને હવે ભાષા સાથે નહીં, કન્ટેન્ટ સાથે નિસબત છે. કન્ટેન્ટમાં એ જરા પણ ઉપર-નીચે ચલાવી લેવા રાજી નથી’

પ્રતીક ગાંધી

સોની લિવની વેબ-સિરીઝ ‘સ્કૅમ 1992 – ધ હર્ષદ મહેતા સ્ટોરી’થી મેઇન સ્ટ્રીમમાં પૉપ્યુલર થયેલા ઍક્ટર પ્રતીક ગાંધીનું માનવું છે કે હવે રીજનલ અને મેઇન સ્ટ્રીમ કે પછી નૅશનલ અને ઇન્ટરનૅશનલ જેવું રહ્યું નથી, હવે ઑડિયન્સ માત્ર કન્ટેન્ટ જુએ છે અને કન્ટેન્ટને જ મહત્ત્વ આપે છે. પ્રતીક ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘રીજનલ કામ હવે સ્પેસિફિક રીજન પૂરતું સીમિત રહે એવું નથી બનતું. તમે જુઓ, અનેક રીજનલ કન્ટેન્ટ મેઇન સ્ટ્રીમમાં ડબ થઈને આવી તો અનેક ઇન્ટરનૅશનલ સિરીઝ પણ આપણી લૅન્ગ્વેજમાં ડબ થઈને રિલીઝ થઈ અને લોકોએ એને સ્વીકારી. ઑડિયન્સને હવે ભાષા સાથે નહીં પણ કન્ટેન્ટ સાથે નિસબત છે. ’
પ્રતીક કહે છે, ‘મેઇન સ્ટ્રીમમાં ફૉર્મ્યુલા કામ કરે છે પણ રીજનલ કન્ટેન્ટ પર એ જવાબદારી હોતી નથી તો રીજનલમાં સ્ટારિઝમ પણ હોતું નથી એટલે એમાં કન્ટેન્ટને જ મહત્ત્વ આપવામાં આવે છે, જેને લીધે જ મને લાગે છે કે રીજનલ કન્ટેન્ટની પોતાની એક અલગ જ દુનિયા બનશે.’

Pratik Gandhi bollywood news entertainment news television news dhollywood news