09 January, 2026 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટીઝર અને લુક સાથે ફિલ્મના યશના પાત્રનું નામ ‘રાયા’ પણ જાહેર થયું છે
ગઈ કાલે યશની ચાલીસમી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસરે ૧૯ માર્ચે રિલીઝ થનારી તેની આગામી ફિલ્મ ‘ટૉક્સિક’ના મેકર્સે ફિલ્મનો તેનો લુક તેમ જ ટીઝર લૉન્ચ કરીને યશના ફૅન્સને સરપ્રાઇઝ ગિફ્ટ આપી છે. આ ટીઝર અને લુક સાથે ફિલ્મના તેના પાત્રનું નામ ‘રાયા’ પણ જાહેર થયું છે. આ ફિલ્મના ટીઝર-વિડિયોની સાથે મેકર્સે લખ્યું છે : ‘ટૉક્સિક’માંથી રજૂ કરીએ છીએ... રાયા.
‘ટૉક્સિક’ની રિલીઝમાં હજી બે મહિનાથી વધુ સમય બાકી છે, પરંતુ મેકર્સે ફિલ્મ માટેની ચર્ચા શરૂ કરી દીધી છે. અત્યાર સુધી ફિલ્મમાંથી પાંચ અભિનેત્રીઓના ફર્સ્ટ લુક જાહેર થઈ ચૂક્યા છે જેમાં કિઆરા અડવાણી, હુમા કુરેશી, તારા સુતરિયા, નયનતારા અને રુક્મિણી વસંતનાં નામ સામેલ છે.